Amreli નો હેવાન-નશેડી શિક્ષક નીકળિયો Rupala નો સગો અને RSSનો પ્રચારક ! | Newz Room Gujarat

Amreli: અમરેલીમાં હેવાન અને નશેડી શિક્ષક પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટના સાંસદ પરષોતમ Rupala નો સગો છે. આ ઉપરાંત તે RSSનો પ્રચારક પણ છે. મહેન્દ્ર પટેલ નામના આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી સાથે દુષ્કર્મ આચરતો હતો. ભારતનગરની ચાલુ શાળાએ નરાધમ શિક્ષકે બે બાળકીઓને ને દારૂ પાઇ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટનાની જાણ થતાં વાલી વર્ગમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીની ફરિયાદ બાદ લંપટ નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ મામલે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે.નરાધમ શિક્ષકે માત્ર ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી.

Scroll to Top