Amreli : જાફરાબાદ દરિયાથી 20 થી 22 નોટિકલ માઇલ દૂર નજરે પડેલી શંકાસ્પદ બોટની તસવીર પણ સામે હતી ને તાકીદે જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વાયરલેસ મારફતે માછીમારો સાથે વાતચિત કરી હતી દરિયાઈ સુરક્ષાને લઇને ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ દરિયા કિનારે પહોંચીને તંત્રને જરૂરી મદદમાં જોડાયા હતા માછીમારો પાસેથી વાયરલેસમાં સમગ્ર ઘટનાક્રમની વિગતો ધારાસભ્ય હીરા સોલંકીએ મેળવી હતી ને તંત્રને ધ્યાને મૂક્યું હતું ત્યારે વહીવટી તંત્ર દ્વારા દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો હતો ને અજાણી બોટ કોની તે અંગે કોસ્ટગાર્ડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.