Amreli શહેરના બાયપાસ રોડ પર RTO કચેરી પાસે એક ટ્રક ઊભી હતી. તે દરમિયાન Amreli પોલીસની SOG શાખાની બોલેરો ગાડી પાછળથી આવી ટ્રક સાથે અથડાઈ હતી. આ પોલીસની ગાડીમાં આઉટસોર્સ ડ્રાઈવર ચિંતન મેરિયા ફરજ પર હતો. જે અકસ્માત બાદ ગાડી મુકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ બોલેરો ગાડીને તપાસતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ અને અન્ય નમકીનનાં પેકેટ મળી આવ્યા હતા. જેનો સ્થાનિક લોકોએ વીડિયો વાયરલ કર્યો હતો.
Amreli જિલ્લા પોલીસ વડા SP સંજય ખરાતે આપ્યા તપાસનાં આદેશ
Amreli પોલીસની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ મળવાનો વીડિયો વાયરલ થતા Amreli જિલ્લા પોલીસ વડા SP સંજય ખરાત ઘટના મુદ્દે નારાજગી વ્યક્ત કરી તપાસનાં આદેશ આપ્યા છે. આ સમગ્ર ઘટના મુદ્દે DySP ચિરાગ દેસાઈએ જણાવ્યું કે ગાડીમાં ચિંતન મેરિયા આઉટસોર્સ ડ્રાઈવર તરીકે ફરજ પર હતો. જે હાલમાં ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે અને ચિંતન મેરિયાની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Gujarat માં દારૂબંધીના દાવા પોકળ!
ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ભલે ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતી હતી હોય. પરંતુ ગુજરાતમાં ઠેક-ઠેકાણે દારૂ મળે છે. દારૂ પીધેલી હાલતમાં લોકો અવાર-નવાર અકસ્માત સર્જે છે. ઘણી વખત તો કેટલાક પોલીસ કર્મચારીઓ ખુદ દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે. આ પરથી ગુજરાતમાં દારૂબંધીનાં દાવા પોકળ સાબિત થતા હોય એવું દેખાઈ રહ્યું છે.