Amreli નો ખૂબ ચર્ચિત નકલી લેટરકાંડનાં કેસમાં Payal Goti ને Amreli સાયબર ક્રાઈમ પોલીસે નોટીસ પાઠવી જરૂરી કાગળો સાથે રૂબરૂ નિવેદન માટે બોલાવી હતી. જેના પગલે Payal Goti આજે સવારે સાયબર ક્રાઈમની કચેરી ખાતે પહોચ્યા હતા. લેટરકાંડની ઘટનાને 5 મહિના પછી આજે પાયલ ગોટીને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. Payal Goti નાં જણાવ્યા અનુસાર, જેમાં સાયબર ક્રાઈમનાં પોલીસ અધિકારીએ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના વિશે પુછ્યુ હતુ.
આ સમગ્ર ઘટનાની તપાસ ગુજરાતનાં સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)નાં વડા નિર્લિપ્ત રાયને સોપવામાં આવી હતી. તે વખતે જે સવાલ પુછવામાં આવ્યા તે જ સવાલ આજે ફરીથી પુછવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જે નિવેદન નોંધવામાં આવ્યું તેમાં તેમની સહી પણ લેવામાં આવી ન હતી અને તે નિવેદનની નકલ પણ આપવામાં આવી ન હતી. સવાલ હવે એ છે કે એકનાં એક જ સવાલની પૂછપરછ કરવા માટે Payal Goti ને શા માટે બોલાવામાં આવે છે? અગાઉ પૂછપરછ દરમિયાન જે નિવેદન લેવામાં આવ્યુ હતુ. શુ તે નિવેદનના કાગળ પોલીસ પાસે નથી? આ સમગ્ર ઘટનાની તપાસનો રિપોર્ટ DIG નિર્લિપ્ત રાયે તૈયાર કરીને ગુજરાતનાં DGP Viksa Sahay ને સોંપી દીધા પછી પણ આ જ સવાલની પૂછપરછ કરવાની પોલીસને ફરજ કેમ પડી? આમ, પોલીસની આજની કાર્યવાહી જોતા આ સમગ્ર ઘટનાને 5 મહિના પછી પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવુ લાગી રહ્યુ છે.
Amreli પાયલ ગોટીનાં કેસમાં પોલીસ દ્વારા પૂછપરછનું ભૂત ફરી ધૂણ્યુ..
