Amreli Rape Case | બાળકીઓને દારુ પીવડાવી દુષ્કર્મ આચરનાર શેતાન મોબાઇલમાંથી મળ્યા અશ્લીલ વીડિયો

Amreli Rape Case: શિક્ષકના ગરિમા પૂર્ણ પદને લાંછન લગાડતી ઘટનાથી અમરેલીના શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઇ છે. શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના અમરેલીમાં બની છે.  અહીં શિક્ષક પર  2 વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે, મહેન્દ્ર પટેલ નામના આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી સાથે દુષ્કર્મ આચરતો હતો. ભારતનગરની ચાલુ શાળાએ નરાધમ શિક્ષકે બે બાળકીઓને ને દારૂ પાઇ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટનાની જાણ થતાં વાલી વર્ગમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Scroll to Top