Amreli સરઘસકાંડ પડઘા દિલ્હી દરબારમાં,શક્તિસિંહ ગોહિલે સંસદમાં લગાવ્યો મોટો આરોપ

Amreli News:રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં શક્તિસિંહ ગોહિલે (Shaktisinh gohil) ભાજપ પર આક્રરા પ્રહાર કર્યા હતા.તેમણે ગુજરાત રાજ્યમાં લોકો પર થતા અન્યાય પર તેમને સવાલ ઉઠાવ્યા હતા.તેમણે રાજ્યસભામાં અમરેલીનો મુદ્દે રાજ્યસભામાં રાખ્યો હતો.જેના કારણે રાજ્યસભામાં મોટો હોબાળો થઈ ગયો હતો.

મોટા આખલા લડે અને નિર્દોષ ઝાડનો ખો નીકળે

અમરેલીના ભાજપના બે જૂથોની લડાઈમાં નિર્દોષ પાટીદાર દીકરીને પટ્ટાથી માર મારવામાં અને સરઘસ કાઢવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ સંસદમાં કરીને શક્તિસિંહે (Shaktisinh gohil) જણાવ્યું હતું કે, મોટા આખલા લડે અને નિર્દોષ ઝાડનો ખો નીકળે તેમ ભાજપના જૂથોની લડાઈમાં નિર્દોષ વ્યક્તિઓ પરેશાન થાય છે. ભાજપના એક મોટા નેતા અને પૂર્વ સાંસદે નારકો એનાલિસીસ ટેસ્ટની તૈયારી બતાવી અને સામેના જૂથના બાર જણાનો જો સાથે થાય તો પોતે પણ નારકો એનાલિસીસ ટેસ્ટ આપશે, આ વાતનો ઉલ્લેખ પણ સંસદમાં કરવામાં આવ્યો હતો.

અગ્નિવીર યોજના પર આક્ષેપ કર્યા

ગુજરાતના બે જાંબાઝ ફૌજના જવાનો તાજેતરમાં જ શહીદ થયા છે. જામકંડોરણાના હાસવડ ગામના વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ તથા પેરામિલ્ટ્રી ફોર્સના ભાવનગર જિલ્લાના નેસડા ગામના રોહિતભાઈ ડાંગર શહીદ થયા છે. તેમના પરિવારોની પૂરતી કાળજી સરકાર દ્વારા લેવાઈ નથી. શહીદનો દરજ્જો શહીદોને મળવો જોઈએ પરંતુ અગ્નિવીર જેવી યોજના ભાજપ સરકાર લાવી તેના કારણે ગુજરાતના શહીદ થયેલા યુવાનોને શહીદનો દરજ્જો કે પરિવારને મળતી પૂરતી સહાય સરકારે આપી નથી.

 

 

 

Scroll to Top