Amreli News: અમરેલીની પીડિતા યુવતીને જામીન મળતા ગોપાલ ઇટાલિયા શું કહ્યું

Amreli News:  અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (amreli) શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (amreli) માં ખોડલધામ સમિતિની બેઠક મળી હતી.પાટીદાર સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં આ બેઠકનું સંચાલન દિનેશ બાંમભણીયા અને મનોજ પનારાની આગેવાનીમાં બેઠક થઈ હતી.દિકરીને જામીન મળતા ગોપાલ ઈટાળીયા (gopal italiya) ને મીડિયાને પ્રતિક્રિયા આપી હતી.પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી સરઘસ કાઢ્યું તેનો પડઘો મોટાપાયે ગુજરાતમાં પડ્યો છે.

પાયલ બહાર આવશે એની ખુશી છે સાથે દુઃખ પણ છે

અમરેલી(amreli) ની પીડિતા યુવતી પાયલ ગોટીને જામીન મળતા ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે.યુવતી નિર્દોષ હોવા છતાં પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી સરઘસ કાઢ્યું તેનો પડઘો મોટાપાયે ગુજરાતમાં પડ્યો છે. પડઘો પડવાને કારણે પોલીસે ફરધર રિપોર્ટ કોર્ટમાં ફાઇલ કરીને જામીન મંજૂર થયા છે.પાયલ બહાર આવશે એની ખુશી છે પંરતુ સાથે સાથે દુઃખ પણ છે.જેલ મુક્ત થયા તે એમનો હક્ક હતો, નિર્દોષ હતા એમનો હક્ક અને અધિકાર છે. જાહેરમાં સરઘસ કાઢીને તમાશો બનાવવાનું કામ કર્યું છે.સરઘસ કાઢનારા સામે કોઈ ભાજપના નેતાઓ, અધિકારીઓ બોલવા પણ તૈયાર નથી.સમગ્ર ઘટના પર કોઈ બોલવા પમ તૈયાર નથી. અમરેલી(amreli) ના એસપીએ પણ કોઈ નક્કર જવાબ આપ્યો નથી. સૌવથી મોટું દુઃખ છે કે બહેનનું સરઘસ કાઢનારા ખુલ્લા ફરે છે એમના પર કોઈ કાયદો લાગુ પડતો નથી.

 

 

Scroll to Top