Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli) માં ગઈકાલે ખોડલધામ સમિતિની બેઠક મળી હતી. જમાં પાટીદાર સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહી દીકરી જેલમાંથી કઈ રીતે જામીન મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જેમાં માંગ કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, તે જ રીતે 6,000 કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે સાંઢ-ગાંઠ રાખનાર ભુપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે.
વરાછામાં આપ પાર્ટીનો વિરોધ
ભાજપ (BJP) ની અંદરો અંદરની લડાઈના કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઘટનાથી સમગ્ર ગુજરાતમાં રોષનો માહોલ છે. આ ઘટના પર આમ આદમી પાર્ટી (AAP) ના સુરત શહેરના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વરાછાના મીની હીરા બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢીને ભુપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી. જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, તે જ રીતે 6,000 કરોડના કૌભાંડી અને ભાજપ (BJP) ના નેતાઓની સાથે સાંઢ-ગાંઠ રાખનાર ભુપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે.
6,000 કરોડના કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવામાં આવે
આમ આદમીના વિવિધ નેતાઓ આ વિરોધમાં જોડાયા હતા. જેમાં પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, સેજલબેન માલવિયા, મહિલા પ્રમુખ નીતાબેન પટેલ, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયદે, સુરેશ માલવિયા, હરેશભાઇ કોઠિયા, મુમતાઝ મુલતાની, ગીતાબેન લીંબાસીયા સહીતના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ ઘર્ષણમાં એક નગરસેવિકા બેનને ઈજા થતા એમને હોસ્પિટલમાં લઈ ગયા છે.