Amreli News: અમરેલીના રાજકારણમાં મોટાપાયે ઊથલપાથલના સંકેત,દીકરીને લઇ પરેશ ધાનાણીનું મોટું એલાન

Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ મુદ્દે પરેશ ધાનાણીએ સરકાર સામે આંદોલન કરવાની જાહેરાત કરી છે.અગામી સમયમાં ધાનાણી #નારી_સ્વાભિમાન_આંદોલન બેનર હેઠળ દિકરીને ન્યાય અપવા આંદોલન કરશે.આ જાહેરાત પરેશ ધાનાણીએ સોશ્યલ મીડિયા x પર જાણકારી આપી હતી.

x પર પોસ્ટ કરતા લખ્યું

 

લાજ લેનારા સામે લડીશુ””

અબળાની આબરુ બચાવવા
શરુ થઈ રહ્યુ છે.,
“નારી સ્વાભિમાન આંદોલન”

#નારી_સ્વાભિમાન_આંદોલન

 

અઢારેય વર્ણ અવાજ ઉઠાવો

• DGPના નેતૃત્વમાં ખાસ તપાસ કરાવો
• સમાજ શ્રેષ્ઠીઓ બહાર આવો
અસલી પત્રની FSL કરાવો
• ગુનેગાર પોલીસના પટ્ટા ઉતરાવો
. બધાજ CCTV ફૂટેજ કબ્જે કરાવો.
• નકલી ફરીયાદ રદ કરાવો
• પત્રના આરોપો અંગે જાહેરમાં ચર્ચા કરાવો

પરેશ ધાનાણી ઉપરોક્ત માંગોને લઈ ભાજપના નેતા સામે બાંયો ચઢાવી છે. અમરેલીની પાટીદાર યુવતીને જ્યા સુધી ન્યાય નહીં મળે ત્યા સુધી પરેશ ધાનાણી આંદોલન પર ઉતરશે. મળતી માહિતી અનુસાર પરેશ ધાનાણી સાથે સ્થાનિક કોંગ્રેસન નેત તથા પ્રદેશ કોંગ્રેસનું મોવડી મંડળ પણ આ આંદોલનમાં જોડાઈ શકે છે.

 

Scroll to Top