Amreli News: અમેરલી દીકરી મુદ્દે સાધુ સંતો આવ્યા મેદાને, ગૃહ મંત્રી હર્ષ સંઘવી એક વખત બાપુની સંવેદના સાંભળો

Amreli News:  અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli)માં ગઈકાલે ખોડલધામ સમિતિની બેઠક મળી હતી. જમાં પાટીદાર સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહી દીકરી જેલમાંથી કઈ રીતે જામીન મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ મામલે હવે સાધુ સંતો પણ મેદાને આવ્યા છે.ભાલકા તીર્થની નિરાલી ખોડીયાર ઉદાસીન આશ્રમના મહંત તપસવી મહામ્ન્દ્લેશ્વર બજરંગદાસ ઉદાસીન બાપુએ અમરેલી લેટરકાંડને લઈ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી (harshsanghvi)  ને આડે હાથ લીધા હતા.

બજરંગદાસ ઉદાસીન બાપુએ ગૃહમંત્રીને આડે હાથ લીધા

પાટીદાર (patidar) સમાજ અને અન્ય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે સાધુ સંતો પણ દીકરીને વારે આવ્યા છે.ભાલકા તીર્થની બાજુમાં નિરાલી ખોડીયાર ઉદાસીન આશ્રમના મહંત તપસવી મહામ્ન્દ્લેશ્વર બજરંગદાસ ઉદાસીન બાપુએ અમરેલી લેટરકાંડને લઈને પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે તેમણે રોષ વ્યક્ત કરતા તેમણે ગૃહ મંત્રી હર્ષ સંઘવી (harshsanghvi) અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પર મોટા આક્ષેપો લગાવ્યા છે. દારુ વેચાઈ રહ્યો છે, મડર થઈ રહ્યું છે, કૌભાંડી થાય છે. આવા લોકો પર કેમ કાર્યવાહી થતા નથી. હર્ષ સંઘવી નવ પાસ છો તને મોદીએ બેચાડી દિધો છે.તને પ્રજા લક્ષી કામ કરતા આવડતું નથી. ચોપડી વાંચતા આવડતું નથી કાયદા કાનુંન ખબર નથી. જો પોલીસ ખાતું ન સંભળાતુ હોય તો રાજીનામું આપી દો હર્ષ ભાઈ.

ઈસુદાન ગઢવીએ ભાજપને આડે હાથ લીધા

ઈસુદાન ગઢવીએ ભાજપને આડે હાથ લેતા કહ્યું હર્ષ સંઘવી (harshsanghvi) ના રાજમાં સૌથી વધુ જો કોઈના જાહેરમાં સર્કસ નીકળ્યા હોય તો તે આમ લોકોના અને પાટીદાર સમાજના લોકોના સરઘસ નીકળ્યા છે. તો મારો સવાલ છે કે ભાજપના મોટા નેતાઓના સરઘસ કેમ નથી નીકળ્યા? અને સુરતમાં જે પાટીદાર દીકરીઓ પર અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ પર જે એફઆઇઆર કરવામાં આવી છે તે તો તાનાશાહીની હદ છે. હવે ભવિષ્યમાં ક્યારેય પણ ગુનેગાર હોય છતાં પણ પાટીદાર દીકરીની સાથે સાથે બીજી કોઈપણ સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવશે તો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા આનો વિરોધ નોંધાવશે.

 

 

Scroll to Top