Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે. આ મામલે હવે પરેશ ધાનાણી (Paresh Dhanani) એ ભાજપ અને અધિકારીઓ સામે બાંયો ચઠાવી છે. અગામી 24 કલાકની અંદર ન્યાય નહીં મળે તો ભૂખ હડતાલ કરવામાં આવશે.
વાડ ચીભડા ગળે તેને કોણ બચાવે?
પરેશ ધાનાણી (Paresh Dhanani) એ દિકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવી ગયા છે. તેમણે આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી કૌશિક વેકરીયા (Kaushik Vekaria) પર અનેક આક્ષેપ કર્યા હતા. તેમણે પ્રેસમાં કહ્યું વાડ ચીભડા ગળે તેને કોણ બચાવે? ચોર અને કોટવાળ ભેગા થઈ જાય તો ન્યાય ક્યાથી મળે? પત્રની અંદર ગંભીર આક્ષેપ થયા. લેટર નકલી સાબિત થતા ખોટા આરોપી બનાવી અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી.ખોટા આરોપીને જેલમાં ઠોર માર માર્યો તથા આરોપીના જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો. આ ઉપરાંત નિર્દોષ દિકરીને જેલમાં છ છ પટ્ટા મારવામાં આવ્યા હતા.
અમરેલીમાંથી ઉદાહરણ સેટ કરવાનું છે
નિર્દોષ દિકરીને હેરાન કરવાનો અધિકાર તમને કોને આપ્યો છે.આ પોલીસના અધિકારી કાયદાના જાણકાર હોવા છતા કાયદાનું ઉલ્લંઘન કરી ગુનેગાર બને છે. મુખ્યમંત્રીને વિનંતી છે કે, આ દિકરીને ન્યાય અપાવા માટે આગળ આવો. જે પણ અધિકારી જવાબદાર હોય તેને તાત્કાલીક સસ્પેન્ડ કરવા જોઈએ.મુખ્યમંત્રીએ તાત્કાલીક કાર્યવાહી કરી દાખલો બેચાડવો જોઈએ.જવાબદાર તમામ અધિકારી તથા નેતા સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.જેને ચપટી વગાડી કાયદાને રક્ષકોને નચવ્યા છે બિન અધિકુર્ત રીતે કુવારી કન્યાનો વરઘોડો નિકાળ્યો આ પોલીસનું વર્તન યોગ્ય નથી.આવા તમામ લોકોને સજા થવી જોઈએ.આ મુદ્દા પર લડાઈ કરવાની છે.ભવિષ્યમાં કોઈપણ નેતાના ઈશારે અધિકારીઓ કાયદાનું ભંગ ન કરે તેવુ ઉદાહરણ અમરેલી માંથી સેટ કરવાનું છે.