Amreli News: અમેરલી ભાજપના આંતરીક વિવાદમાં પાટીદાર સામાજની અપરણીત દીકરીને રાત્રે 12:00 વાગ્યે ઘરે થી ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમાં વિવાદ થયો છે.આ લેટર કાંડ મુદ્દે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી (Amreli) જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નરેશ પટેલને પત્ર લખી માંગ દિકરીને ન્યાય આપવા માંગ કરી હતી. ત્યારે પાટીદાર સમાજ અગ્રણી લાલજી પટેલે (Lalji patel) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સરઘસ કાઢાનાર જવાબદાર અધિકારી સામે કડક તપાસ કરી પગલા ભરવાની માંગ કરી હતી.
દિકરીએ કોઈને બદનામ કરવાનો ઈરાદો ન હતો
લાલજી પટેલે (Lalji patel) લેટર કાંડ મુદ્દે ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે અમરેલી (Amreli) જિલ્લામાં સ્થાનિક લેવલે રાજકીય બાબતે અંદરો અંદર ડખાના કારણે સમાજની એક દીકરી ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી, જેઓ પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી. આ દિકરીનું કોઈને બદનામ કરવાનું ઈરાદો ન હતો. પરંતુ માલિકના કહેવા પ્રમાણે ટાઈપ કરી આપ્યું હતું.આ કુવારી દીકરીને ખોટીરીતે ગુન્હેગાર બનાવી રાત્રે 12:00 કલાકે આ દીકરીને ઘરેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.બંધારણીય જોગવાઈ અને કોર્ટના નિયમો મુજબ એક મહિલા ગુન્હેગાર હોય તો પણ તેમનું સરઘસ અને ફોટા પણ વાયરલ ન કરવા અને રાત્રિના સમયે તેની ધરપકડના કરવી તે બંધારણીય જોગવાઈ છે. તથી મુખ્યમંત્રી આ તપાસ કરી દીકરીનું સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક તપાસ કરી પગલા ભરવા વિનંતી.
અમરેલીના રાજકારણમાં ખળભળાટ
આ લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢી તેને બદનામ કરવામાં આવી તેના કારણે સમગ્ર અમરેલી (Amreli) પંથકમાં રાજકારણ ગરમાયું છે. હાલતો આ પત્ર વાયરલ થયા બાદ ન માત્ર અમરેલી પરંતુ સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત સહિત અનેક નેતા અને સમાજ અગ્રણીઓએ વાંધો ઉઢાવ્યો છે. હવે અગામી સમયમાં જવાબદાર અધિકાર સામે કાર્યવાહી નહીં થાય તો સમગ્ર રાજ્યમાં આંદોલન થવાના એધાંણ રહેલા છે.