Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજની અપરણીત દીકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમાં મોટો વિવાદ થયો છે. સાંવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા (Mahesh Kaswala) એ કૌશિક વેકરીયાના સમર્થનમાં આવ્યા હતા. સમાજમા દરાર ઉભી ન કરવા લોકોને અપીલ કરી હતી.આ લેટર કાંડ મુદ્દે પાટીદાર સમાજના વિવિધ અગ્રણીએ સખત નારજગી વ્યકત કરી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત પાટીદાર સમાજના અગ્રણીઓએ સખત વિરોધ કર્યો હતો.
મહેશ કશવાલા કૌશિક વેકરીયાના સમર્થનમાં આવ્યા
અમરેલી (Amreli) ના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને બદનામ કરવાનું ષંડપત્રના આરોપીમાં એક બહેન પાટીદાર સમાજની દીકરી છે. જે પ્રકારની ગેર માન્યતા અને ગેર સમજ ફેલાવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ દિકરીના સંપર્કમાં છે. બે દિવસ પહેલા જામીન મુકવામાં આવ્યા ત્યારે કોર્ટના વકીલને જાણ કરવામાં આવી હતી કે બેનને જામીન આપવામાં આવે પરંતુ કોર્ટે આપ્યા નહીં. ભારતીય જનતા પાર્ટીના લોકોએ સાથે રહી આજે ફરી જામીન મુક્યા છે. વધુમાં કહ્યું કેટલાક લોકોને બે હાથ જોડી વિંનતી છે કે કૌશિક વેકરીયા અને તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ પાટીદાર સમાજના છે.સમાજમાં દરાર ઉભી કરવાના કેટલાક લોકો ષંડપત્ર કરી રહ્યા છે. આવા લોકોએ ગંદુ રાજકારણ બંધ કરવું જોઈએ.
ડો. ભરત કાનાબારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા રાજકીય ખળભળાટ
ડો ભરત કાનાબારે પોલીસ તંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા કહ્યું પત્રકાંડમાં દીકરીનો રોલ જોબ વર્કનો ભાગ છે તેનો કોઈ રોલ નથી. આ દીકરી કોઈ પોલિટિકલ વ્યક્તિ પણ નથી.રિકંસ્ટેકશન તરીકે દીકરી પર અતિરેક કરવામાં આવ્યો છે . પોલીસે જે સક્રિયતા પત્રકાંડમાં બતાવી તેવી સક્રિયતા દારૂ અને રેતી ચોરીમાં દેખાડવી જોઈએ.અમરેલી જીલ્લાના નવા એસ.પીને વિનંતી છે કે દારૂને રેતી ચોરી સામે સક્રિયતા બતાવે તેવી મારી વિનંતી સાથેનો આગ્રહ છે.હવે જ્યારે ભાજપના નેતા ડો. ભરત કાનાબારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.