Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli)માં ગઈકાલે ખોડલધામ સમિતિની બેઠક મળી હતી. જમાં પાટીદાર સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહી દીકરી જેલમાંથી કઈ રીતે જામીન મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ મામલે કોગ્રેસ નેતા મનહર પટેલે સમાજના અગ્રણીઓને પત્ર લખી ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
મનહર પટેલે ભાજપને આડે હાથ લીધા
ભાજપા (BJP) ના બે આગેવાનોની ગંદી રાજનીતિનો ભોગ એક બેકસુર દીકરી બની રહી છે. પોલીસ મોડી રાત્રે પોલીસ ધરપકડ કરેને રીકન્સ્ટ્રકશનના નામે મનઘડત કાયદાઓની કલમો લગાવી તેનું સરઘસ કાઢે છે. કાયદામાં ક્યાંઈ પણ રિકન્સ્ટ્રકશનની કોઈ જોગવાઈ નથી અને હોય તો કોર્ટના હુકમથી રીકન્સ્ટ્રકશન કરવામાં આવેલ હોય તો કોર્ટનો હુકમ પ્રસિદ્ધ કરવો જોઈએ. પરંતુ ભાજપ (BJP) ના આગેવાનો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવે છે. ખરેખર પોલીસે સત્તાનો દૂરઉપયોગ કરવાનું નિંદનીય કૃત્ય કરીને નિર્દોષ દિકરીના બંધારણીય અધિકારોનું હનન કર્યું છે. તેથી આ નિર્દોષ દીકરીનું સ્વમાન હણવાનો તેમજ જાહેરમાં અપમાન કરવાનો ગંભીર ગુનો અમરેલી પોલીસે કર્યો છે.
મનહરે પટેલે પત્રમાં શું ઉલ્લેખ કર્યો
કોંગ્રેસ નેતા મનહર પટેલે (manhaer patel) સમાજને આગેવાને પત્રમાં ઉલ્લેખ કર્યો કે ગુજરાતની ન્યાય પ્રિય જનતા ઇચ્છે કે આ સત્તાના નશામાં પોલીસે કરેલા ગુના માટે રાજ્ય સરકાર જવાબદાર પોલીસ ઉપર કાર્યવાહી કરે અને નિર્દોષ દિકરીને મળેલા બંધારણીય અધિકારોની મર્યાદામાં રહીને ખોટા કેસોમાં ફસાવેલ છે તેમનાથી દોષ મુક્ત જાહેર કરે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ને વિનતી છે કે આ નિર્દોષ દીકરીની વધુ અગ્નિપરીક્ષા લીધા વગર રાજ્ય સરકાર દ્વારા ૨૪ કલાકમાં પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવાનો હુકમ કરવામાં આવે. અન્યથા આ નિર્દોષ દિકરીને માનસિક અને નૈતિક બળ આપવા માટે હું મારી જાહેરજીવનના આગેવાનની ફરજ સમજી મુખ્યમંત્રીના આવાસ સામે મૌન ધરણા કરીશ. રાજ્યના કોઈપણ ખૂણામાં નિર્દોષ દીકરીની આવી મજબૂરી અને અબળાપણા વાળા કિસ્સા સામે આવે એ રાજ્ય માટે કલંક છે.