Amreli News: અમરેલીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, પરેશ ધાનાણી vs અમરેલી પોલીસ

Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.ગઈકાલ રાત્રે અમરેલી (Amreli
) ની દીકરી પાયલ ગોટીને પોલીસ મેડિકલ ચેકઅપ માટે તેના ઘરે આવી હતી. પરંતુ પાયલ ગોટીએ ના પાડી દિધી હતી.આ સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી સહિત સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

પોલીસ મેડિકલ ચેકઅપ માટે તેના ઘરે આવી હતી

ગઈકાલ રાત્રે પોલીસ પીડીતા યુવતીના ઘરે પહોંચી રાત્રે વીડિયોગ્રાફી સાથે પોલીસે પાયલ ગોટીનું નિવેદન નોંધ્યું હતું. ત્યારબાદ યુવતીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવા માટે વિવાદ થયો હતો.જ્યારે પાયલ ગોટીએ ચેકઅપ કરવાનો ઈનકાર કરી દેતા માહોલ તણાવ ગ્રસ્ત થઈ ગયો હતો. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રસ્તામાં પોલીસની ગાડી રોકી વાંધો ઉઠાવ્યો હતો.

પાયલ ગોટીનાcctv આવ્યા સામે

અમરેલી લેટરકાંડમાં સૌવથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી બોગસ લેટરકાંડના પીડિતા પાયલ ગોટીના સનસનીખેજ મચાવી દે તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.વાયરલ CCTV ફૂટેજમાં પાયલ ગોટી લેટર કુરિયર કરવા ગઈ હોય તેવા દ્રશ્ય cctvમાં સામે આવી રહ્યા છે.મળતી માહિતી અનુસાર પાયલબેને ખોટુ લેટર આરોપી મનીષભાઇના કહેવાથી કોમ્પ્યુટરમાં ટાઇપ કર્યો હતો.આ ખોટા લેટરની પ્રિન્ટ તાલુકા પંચાયત પ્રમુખ અમરેલીના લેટરહેડ ઉપર પેજ સેટ કરીને પ્રિન્ટ કર્યો હતો. આ પ્રિન્ટ યુવતીએ પોતાના મોબાઈલમાં સ્કેનરની મદદથી પીડીએફ બનાવી હીત. ત્યારબાદ આ પીડીએફ મનીષ વઘાસીયાને મોકલવામાં આવી હતી.ખોટુ લેટરહેડ પ્રિન્ટ લિફાફાની ઉપર કમલમના નામ સરનામાનો ઉલ્લેખ કરેલો હતો.આ તમામ કુરીયરના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આ ઉપરાંત મહત્વની વાત એ હતી કે, પાયલબેન તથા મનીષભાઇના એકબીજાની વોટસઅપ ચેટ ડિલીટ કર્યા હોવાની માહિતી સામે આવી છે.

 

Scroll to Top