Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે. આ મામલે હવે ભાજપ (bjp) ના નેતા અને પૂર્વ સાંસદ નારાયણ કાછડીયા (Narayan Kachhadiya) એ મૌન તોડ્યું છ. તેમણે સમગ્ર ઘટનાને શરમ થઇ માથું જુકી જાય તેવી ગણાવી છે.તથા અમરેલી પોલીસે સૌવથી ખરાબ કૃત્ય કર્યું છે.સમગ્ર બનાવની મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સી.આર.પાટીલને તપાસ કરવા વિનંતી કરી છે.
બનાવની તપાસ થવી જોઈએ
અમરેલી (Amreli ) માં લેટરકાંડ મુદ્દે અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડીયા (Narayan Kachhadiya) એ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમા વખોડી હતી. તથા તેમને આ ઘટનાનો વિરોધ પણ કર્યો હતો.ગમે તે સમાજની દીકરી હોય તેની સામે આવી ઘટના ઘટે તો શરમથી માથુ જૂકી જાય છે.આ ઉપરાંત પોલીસે જેના ઈશારે કામ કર્યું તે ખુબ જ ખરાબ હતું. તેને વખોડવા માટે કોઈ શબ્દ નથી.એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને બજારમા સરઘસ કાઢવું યોગ્ય નથી.આવી ઘટનાને માફ કરવા લાયક નથી.વરઘોડો કાઢવામા આવે ત્યારે હર કોઈનુ માથું જુકી જાય તેવું કાર્ય અમરેલી (Amreli ) પોલીસે કર્યું છે.તેમણે વધુમાં કહ્યું કે મારાં જાહેર જીવનના 30 વર્ષમા કયારેય આવી ઘટના બની નથી.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને સી.આર.પાટીલને વિનંતી કરું છું કે, આ બનાવની તપાસ થવી જોઈએ.
પરેશ ધાનાણી ભૂખ હડતાલ પર ઉતરશે
પરેશ ધાનાણીએ દિકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવી ગયા છે. તેમણે આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી કૌશિક વેકરીયા પર અનેક આક્ષેપ કર્યા હતા.તેમણે પ્રેસમાં કહ્યું વાડ ચીભડા ગળે તેને કોણ બચાવે? ચોર અને કોટવાળ ભેગા થઈ જાય તો ન્યાય ક્યાથી મળે? પત્રની અંદર ગંભીર આક્ષેપ થયા. લેટર નકલી સાબિત થતા ખોટા આરોપી બનાવી અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી.ખોટા આરોપીને જેલમાં ઠોર માર માર્યો તથા આરોપીના જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો. આ ઉપરાંત નિર્દોષ દિકરીને જેલમાં છ છ પટ્ટા મારવામાં આવ્યા હતા.