Amreli News: અમરેલી જિલ્લામાં દલિત અને ક્ષત્રિય સમાજ સામ સામે, જાણો પોલીસે શું કહ્યું?

Amreli News: અમરેલી જિલ્લાના બાબરાના નીલવડા ગામે દલિત યુવકને માર મારવા સંદર્ભે ગઈકાલ દલિત સમાજ દ્વારા પાઠવાયેલ આવેદનપત્ર બાદ બાબરાના મહિલા પોલીસ (Police) કર્મી રાજેશ્રી બેન વાળાએ ફિનાઇલ પી લેતા અમરેલી (Amreli ) સિવિલમાં સારવારમાં ખસેડતા આજે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર અને અમરેલી એસ.પીને આવેદનપત્ર પાઠવીને ક્ષત્રિય સમાજ દ્વારા આરોપીઓ નહિ પણ સમાજના અમુક ખોટા વ્યક્તિઓને હેરાન પરેશાન ન કરવાની રજૂઆત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી હતી.

ખોટા વ્યક્તિઓને હેરાન પરેશાન ન કરવાની રજૂઆત

અમરેલી (Amreli ) એસ.પી.સંજય ખરાતે જણાવ્યું કે થોડા દિવસ પહેલા બાબરમાં બે એટ્રરોસીટીના ગુના નોંધાયા હતા. જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. બાબરાના મહિલા પોલીસ (Police) રાજેશ્રી બેન વાળાએ ફિનાઇલ પી લેતા તેઓ અમરેલી (Amreli ) સિવિલમાં હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા છે. સમાજમાં એકતા જળવાઈ રહે તેવી અપીલ કરી હતી.પોલીસ (Police) તંત્ર નિષ્પક્ષ તપાસ કરે તેવી ખાતરી પોલીસે આપી છે.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર મારફતે રજૂઆત કરી

નીલવડા પ્રકરણમાં મહિલા પોલીસ (Police) કર્મી ફિનાઇલ પી લેતા સમગ્ર અમરેલી (Amreli ) પથંકમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે.આ મુદ્દે કાઠી ક્ષત્રિય સમાજે પોલીસ (Police) સહિત મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર મારફતે રજૂઆત કરી હતી. ત્યારે પોલીસે (Police) સમગ્ર ઘટનાને લઈ તટસ્થ તપાસ કરશે. આ તપાસ બાદ તથ્ય બહાર આવશે. હાલ તો રાજેશ્રી બેન વાળાની તબયત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

 

 

 

 

 

 

 

Scroll to Top