Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli)માં ગઈકાલે ખોડલધામ સમિતિની બેઠક મળી હતી. જમાં પાટીદાર (Patidar) સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહી દીકરી જેલમાંથી કઈ રીતે જામીન મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ વિવાદમાં સૌરાષ્ટ્રના નેતા પત્ર વ્યવહાર અને નિવેદન આપતા હતા.પરંતુ હવે આ અમરેલી (Amreli) વિવાદ પર ઉત્તર ગુજરાતના નેતાનું નિવેદન સામે આવ્યું છે. પાટણના ધારાસભ્યએ કિરીટ પટેલે (kirit patel) મુખ્યમંત્રીને પત્ર લખી પાટીદાર સમાજની દીકરીની ગેરકાયદેસર ધરપકડ કરી,જાહેરમાં બદનામી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
બદનામી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ
અમરેલી ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) ના દંડા વિરુદ્ધ પત્ર બાબતે ઓફિસમાં સામાન્ય પગારમાં નોકરી કરનાર એક દીકરીને ગેરકાયદેસર રીતે આરોપી બનાવી છે. કારણ કે કોઈ ખાનગી ઓફિસમાં કામ કરનાર કોઈ મહિલા, ઓફીસના માલિકના કહેવાથી પત્ર ટાઈપ કરે એમાં એ ગુનેગારના બની શકે. આમ છતાં મહિલા સન્માનની વાતો કરનાર સરકારમાં મહિલાને કઈ રીતે આરોપી બનાવેલએ તપાસનો વિષય છે. કોના આદેશાથી આ દીકરીની ધરપકડ કરવામાં આવી આ બાબતે પણ જવાબદાર વિરુદ્ધ કાયદેસર કરવા સૂચના આપવા વિનંતી છે.સરકાર દ્વારા એક બાજુ મહિલા સન્માનની વાતો થાય છે અને બીજી બાજુ આ રીતે કોઈ પણ સમાજની બહેન કે દીકરીને સામન્ય ગુનામાં રી-કન્સ્ટ્રકશનના નામે અપમાનીત કરવી યોગ્ય નથી.
યુવતીની સરઘસ કાઢવા મુદ્દે ગોપાલ ઇટાલીયાએ કરી રજૂઆત
અમરેલીની પાટીદાર (Patidar) યુવતીના પત્રકાંડ મામલે યુવતીના બીજા વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા અમરેલી એસ.પી.કચેરીએ પહોંચ્યા હતા. જેમા ઇટાલીયા મોટા સમર્થક સાથે એસ.પી.સંજય ખરાતને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઈટાલીયાએ પાટીદાર પીડિતા યુવતીને સરઘસ કાઢવા મુદ્દે સંજય ખરાતને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરતા કહ્યું દોઢેક માસ પહેલા સાવરકુંડલા કોર્ટમાં આહીર યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યા તેમા ફરિયાદ નોધાય હતી. તે પ્રકરણમાં ભાજપના નેતાઓની ધરપકડ કેમ નથી થઈ. આ તમામ મુદ્દાને લઈ ગોપાલ ઇટાલીયા અમરેલી એસ.પી સાથે બંધ બારણે બેઠક કરી રહ્યા છે.