અમરેલી લેટરકાંડ અને સરઘસકાંડ મામલે સૌથી મોટા સમાચાર
અમરેલી કોર્ટે પાટીદાર યુવતીના જામીન કર્યા મંજુર
પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ સાથે મળ્યા જમીન
Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલીમાં ખોડલધામ સમિતિની બેઠક મળી હતી.પાટીદાર સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં આ બેઠકનું સંચાલન દિનેશ બાંમભણીયા અને મનોજ પનારાની આગેવાનીમાં બેઠક થઈ હતી.હવે સમગ્ર ઘટનાને લઈ સૌવથી મોટા સમાચાર સામે આવ્યા છે.અમરેલી કોર્ટે પાટીદાર યુવતીના જામીન મંજુર કર્યા છે.
ભાજપના નેતાઓના આંતરિક વિખવાદનો ભોગ બની હતી આ યુવતી
છેલ્લા 5 દિવસથી અમરેલીમાં આ મુદ્દાની ચર્ચા થતી હતી કે આ પાટીદાર દિકરીને જામીન ક્યારે મળશે.પરંતુ આજે સાંજે 5:20 મીનિટે અમરેલી કોર્ટે જામીન મંજુર કર્યા હતા.આ જામીન પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ સાથે જામીન મળ્યા છે. તમને જણાવી દઈએ કે આ પાટીદાર યુવતી ભાજપના નેતાઓના આંતરિક વિખવાદનો ભોગ બની હતી.