Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli) માં ખોડલધામ સમિતિની બેઠક મળી હતી.પાટીદાર સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં આ બેઠકનું સંચાલન દિનેશ બાંમભણીયા અને મનોજ પનારાની આગેવાનીમાં બેઠક થઈ હતી.આ બેઠકમાં વિવિધ અગ્રણીઓએ આ દિકરીને જેલ માંથી બહાર લાવવા માટે વિવિધ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં અલ્પેશ કથીરીયા,ગોપાલ ઈટાળીયા, મનોજ પનારા, નરેશ પટેલ,કૌશિક વેકરીયા ,ભરત સુતરીયા સહિત અનેક પાટીદાર આગેવાન હાજર રહ્યા હતા.
દીકરીનું નામ કમી કરવા એફિડેવિટ કરવાની તૈયારી બતાવી
અમરેલી (Amreli) માં ખોડલધામની બેઠક યોજાઈ હતી. જેમાં કૌશિક વેકરીયા વિરુધ્ધના પત્રકાંડ મામલે પાટીદાર યુવતીને છોડવાની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ખોડલધામના સભ્યો અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં કૌશિક વેકરીયા, ભરત સુતરીયા, મહેશ કસવાળા સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠક પૂરી થતા દીનેસ બાંભણીયાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત સરકાર સાથે પરામર્શ કર્યા બાદ આજે બેઠક મળી હતી. કૌશિક વેકરીયા સહિતના ભાજપ (BJP) ના નેતાઓએ દીકરી જેલ મુક્ત થાય તે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. પાટીદાર દિકરી આજે જેલ માંથી મુક્ત થાય તે અંગે સંસ્થા દ્વારા વાત રજૂ કરવામાં આવી છે. કૌશિક વેકરીયા સહિત ભાજપ (BJP) ના નેતાઓએ દીકરીનું નામ કમી કરવા એફિડેવિટ કરવાની તૈયારી બતાવી છે.આ ઉપરાંત પાટીદાર યુવતી પર ફરિયાદ પાછી ખેંચવાની પ્રક્રિયા આજે ચાલુ કરાશે. સમગ્ર ઘટનાની જાણકારી ઉપર લેવલે આપવામાં આવશે.
આ બેઠકમાં ગોપાલ ઈટાલીયાએ વેધક સવાલ કર્યા
આ બેઠકમાં હાજર ગોપાલ ઈટાલીયાએ વેધક સવાલ કરતા કહ્યું કે પાટીદાર સમાજની આંખમાં ધૂળ નાખવા અને દીકરીના નામે પાટીદારોને છેતરવા માટે ભાજપના લોકો દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી હતી.દીકરીના નામે ભાજપ દ્વારા મિટિંગમાં સરઘસકાંડ ઉપર પાણી ઢોળવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. તેમણે વેધક સવાલ કરતા કહ્યું તપાસ અધિકારી અને સરઘસમાં જોડાયેલ પોલીસ ઉપર કાર્યવાહી કરવાની માંગણી કરવાના બદલે ભાજપના નેતાઓ જામીન અંગે ચર્ચા કરીને પાટીદારોને ગુમરાહ કર્યા છે. દીકરીની આબરૂ જાય એ રીતે સરઘસ કાઢવાની પરમિશન આપનાર અમરેલીના SP વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.