Amreli News: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય સસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ લેટર કાંડમાં પાટીદાર યુવતિને ન્યાય આપવા માટે અમરેલી (Amreli) માં ખોડલધામ સમિતિની બેઠક મળી હતી.પાટીદાર સમાજના રાજ્યભરના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક નરેશ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં આ બેઠકનું સંચાલન દિનેશ બાંમભણીયા અને મનોજ પનારાની આગેવાનીમાં બેઠક થઈ હતી.આ બેઠકમાં વિવિધ અગ્રણીઓએ આ દિકરીને જેલ માંથી બહાર લાવવા માટે વિવિધ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં અલ્પેશ કથીરીયા,ગોપાલ ઈટાળીયા, મનોજ પનારા, નરેશ પટેલ,કૌશિક વેકરીયા ,ભરત સુતરીયા સહિત અનેક પાટીદાર આગેવાન હાજર રહ્યા હતા.
ઝડપથી જામીન મળે તો ઘી ના ઠામમાં ઘી પડી જશે
અમરેલીમાં ખોડલધામની બેઠક યોજાઈ હતી. જેમાં કૌશિક વેકરીયા, ભરત સુતરીયા, મહેશ કસવાળા સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠક પૂરી થયા બાદ ધારાસભ્ય મહેશ કાસવાલાએ પત્રકાંડ પર મીડિયાને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું 5 દિવસ પહેલા પણ દીકરીને જામીન મળે તે માટે કૌશિકભાઇ સંમતિ આપી હતી.પંરતુ ગેરસમજણને કારણે જામીન શક્ય ન બની.દિકરીને છોડાવા માટે કૌશિકભાઇએ એક સેકંડમાં હા પાડી દિધી હતા.તેમણે વધુમાં કહ્યું આજે જ દીકરીને બહાર લાવવાના પ્રયત્નો થશે.
કૌશિકભાઇએ મોટું મન રાખી એક સેકન્ડમાં હા પાડી
જ્યારે દીકરી બહાર આવશે ત્યારે આ વિવાદનો સુખદ અંત આવી જશે.પત્રકારોના સવાલ પર ગોળ ગોળ જવાબ આપતા કહ્યું દીકરી નોકરી કરતી હોય આથી દીકરીનું ડાયરેક્ટ ઇનવોલમેન્ટ ના હોય.સમગ્ર ઘટનામાં દીકરીનું કોઈ રાજકીય રાજદ્વેષ ન હતો.હવે ઝડપથી જામીન મળે તો ઘી ના ઠામમાં ઘી પડી જશે.