Amreli: ચકચાર મચાવનારી ઘટનાનો ઉકેલાયો ભેદ

Amreli

Amreli જિલ્લાના ઢૂંઢીયા પીપળીયા ગામમાં 10 દિવસ પહેલાં થયેલી ચકચારી ડબલ મર્ડર ઘટનામાં મોટો ખુલાસો થયો છે. અમરેલી પોલીસે ધીરજ અને જહેમતપૂર્વક તપાસ કરીને ચોરીના ઇરાદે થયેલી આ હત્યાના ગુનેગારોને ઝડપ્યા છે.

આ પણ વાંચો – Gujarat ATS: કાંકરી ચાળો કર્યો તો થશે કાર્યવાહી

Amreli ડબલ મર્ડરની આ ઘટનામાં વૃદ્ધ ખેડૂત દંપતી – ચકુભાઈ રાખોલિયા અને કુંવરબેન રાખોલિયાની હત્યા કરવામાં આવી હતી. હત્યાના શંકાસ્પદો એકાદ દિવસ માટે નહિ પરંતુ અત્યાર સુધી પોલીસની આંખોથી દૂર હતા. ઘટનાને ચોરીના ઇરાદે અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં હત્યારાઓ ઘરમાં ઘૂસીને દંપતીની હત્યા કરી અને લગભગ ₹2 લાખની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા જોતા અમરેલી પોલીસ દ્વારા 50થી વધુ તપાસ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી. નોંધનીય બાબત એ છે કે ઘટના સ્થળ આસપાસ ક્યાંય પણ CCTV ન હતું, છતાં આધુનિક તકનિકી અને માનવ ગુપ્તચર તંત્રના આધારે ભેદ ઉકેલી કાઢ્યો.

 

 

 

Scroll to Top