Amreli: મંત્રી કૌશિક વેકરીયાનો વિરોધીઓને વળતો જવાબ

Amreli

ગુજરાતના રાજકારણમાં ફરી ઉથલપાથલ વચ્ચે Amreli ના ધારાસભ્ય અને મંત્રી કૌશિક વેકરીયા આજે આક્રમક મૂડમાં જોવા મળ્યા. મંત્રી પદ સંભાળ્યા બાદ પહેલી વાર તેમણે ધારદાર અને તીખું ભાષણ આપતાં રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો. વિસાવદરમાં યોજાયેલા કાર્યક્રમમાં વેકરીયાએ સીધા આમ આદમી પાર્ટીના નેતાઓને નિશાન બનાવ્યા. તેમણે જણાવ્યું કે, “કાલે પણ તમારાં માટે કૌશિક જ હતો, આજે પણ એ જ છું. કોઈ બદલાવ નથી. જવાબ આપવા માટે આપણે હંમેશા તૈયાર રહેવું પડે.”

તેમણે ભાજપ સરકારની સિદ્ધિઓને ગણાવતા કહ્યું કે રાજ્યમાં જ્યાં પણ મુશ્કેલીઓ હતી, ત્યાં “અશક્યને શક્ય બનાવવાનું કામ માત્ર ભાજપ સરકારે જ કર્યું છે.” AAP પર પ્રહાર કરતાં વેકરીયાએ વધુમાં કહ્યું: “ખોટા લોકો આવી જાય અને ગેરમાર્ગે દોરી જાય તો થોડા સમય માટે પાણીમાં પરપોટો થાય… પણ પરપોટો થોડી જ વાર રહે, પછી ફૂટી જાય.”

વેકરીયા મુજબ વિસાવદર વિસ્તારમાં ફેલાતી વાતો અને અફવાઓમાં સત્યનો કોઈ આધાર નહોતો. તેમણે લોકોને ચેતવણી આપતા કહ્યું કે “આપણે ક્યાંય ગેરમાર્ગે ન દોરાઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે.” કૌશિક વેકરીયાના આ ધારદાર નિવેદનોને કારણે ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે અને આવનારા દિવસોમાં આ ભાષણના રાજકીય પ્રભાવને લઈને વિશ્લેષણ શરૂ થઈ ચુક્યું છે.

આ પણ વાંચો – Nitin Patel: મહેસાણામાં AAP સામે થયા લાલઘૂમ

Scroll to Top