Amreli નાં સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઈ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દપ્રયોગ “બેટા” થી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસા અને ત્યારબાદ હત્યામાં પરિણમી છે. આ ઘટનાની જાણ થતાં દલિત સમાજનાં અગ્રણી અને વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.
જાણો શું છે? સમગ્ર ઘટના..
Amreli નાં સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઈ દુધાત માર્કેટિંગ યાર્ડ પાસે દ્વારકાધીશ નામની દુકાન આવેલી છે. આ દુકાનનાં દુકાનદારનાં પુત્રને “બેટા” શબ્દનો પ્રયોગ કરી બોલાવ્યો હતો. આ દરમિયાન તે યુવકનાં પિતા ચોથાભાઈ ખોડાભાઈ ભરવાડ ઉશ્કેરાય ગયા અને નિલેશભાઈની જાતિ વિશે પૂછપરછ કરી અને અપમાનજનક શબ્દો કહ્યા હતા. અને મામલો વધુ ગરમાયો હતો.પરિસ્થિતિ વણસી હતી. આ દરમિયાન ચોથાભાઈ ભરવાડે ફોન કરી વધુ માણસો બોલાવ્યા તે વખતે આશરે 15 જેટલા માણસો લાકડી અને કુહાડી લઈને આવ્યા હતા. ચોથાભાઈ ભરવાડ અને તેના માણસોએ નિલેશભાઈ અને તેની સાથે આવેલ સુરેશભાઈને માથાના ભાગે અને શરીરની પાછળનાં ભાગે લાકડી અને કુહાડીનાં ઘા માર્યા હતા. અને બચાવ માટે આવેલા અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો હતો.
આ મારામારીની ઘટનામાં નિલેશભાઈ રાઠોડ ઘાયલ થતાં Amreli હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યામાં હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગઈ 22 મે ના રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. અને એક નાની એની ઘટના હત્યામાં પરિણમી હતી. આ સમગ્ર ઘટનામાં અન્ય પીડિતે ચોથાભાઈ ભરવાડ સહિત અન્ય 15 લોકો પર જાતિ આધારિત અપમાન અને હુમલાની ફરિયાદ Amreli ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
જીગ્નેશ મેવાણીએ લીધી પીડિત પરિવારની લીધી મુલાકાત..
વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગઈ કાલે રાત્રે પીડિત પરિવારની મુલાકાત લઈ પરિવારને સાંત્વના પાઠવી હતી. જીગ્નેશ મેવાણીએ વાત કરતા જણાવ્યુ કે દેશમાં અને ગુજરાતમાં છેલ્લા બે હજાર વર્ષથી દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે વધુ આવી જ એક ઘટના અમરેલીમાં બની છે. દલિત સમાજના ચાર યુવાનો ચા-પાણી નાસ્તો કરતા હતા નમકીનનું પેકેટ લેવા માટે Amreli ની બજારમાં એક ગલ્લા ઉપર ગયા અને ગલ્લા ઉપર બેઠેલા દુકાનદારના બાળકને હાથ નમકીનના પડીકા સુધી પહોંચતો ન હતો તો ખરીદી કરવા ગયેલા દલિત સમાજના યુવાને કહ્યું બેટા હું જાતે પડીકું લઈ લવ છું. આ “બેટા” શબ્દનાં પ્રયોગથી દુકાનદારને એટલો બધો ક્રોધ આવ્યો કે કુહાડીના ઘા કર્યા અને બીજા 12-15 શખ્સોને બોલાવી તીક્ષ્ણ હથિયારોથી નિલેશ રાઠોડ નામના યુવાનને હત્યા કરી નાખી. આ ઘટનાના પગલે તાત્કાલિક અસરથી શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.