Amit Shah: લોકસભામાં વિપક્ષ સામે હુંકાર

Amit Shah

ભારત સરકાર રાજનૈતિક ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવવા તત્પર થઈ છે. આજે સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ મહત્વપૂર્ણ બિલ રજુ કર્યું છે. આ બિલને લોકસભા અધ્યક્ષની મંજૂરી સાથે સંવૈધાનિક સંશોધન બિલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

કોને લાગુ પડશે આ બિલ?

આ બિલ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ પર લાગુ થશે. એટલે કે, કોઈપણ મંત્રી કે ઉચ્ચ પદાધિકારી ગંભીર ગુનામાં કસ્ટડીમાં હશે અથવા જેલમાં રહેશે તો તેઓ પોતાનું પદ ચલાવી શકશે નહીં.

આ પણ વાંચો – Delhi CM Rekha Gupta ને રાજકોટના રાજેશ સાકરિયાએ કેમ મારી થપ્પડ?

અમિત શાહની જાહેરાત

Amit Shah એ આ બિલ અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જાહેર કરી. તેમણે જણાવ્યું કે આ પગલું રાજકારણને શુદ્ધ અને પારદર્શક બનાવવા માટે અત્યંત જરૂરી છે.

બિલ પાસ થયા બાદના પરિણામો

બિલ કાયદા સ્વરૂપે અમલમાં આવશે ત્યાર બાદ, જેલમાં રહીને સરકાર ચલાવવી અશક્ય બનશે. અત્યાર સુધી રાજકારણમાં જોવા મળતા કથળેલા પરિસ્થિતિઓને રોકી, રાજનૈતિક સ્તર ઉંચું લાવવાનો આ સરકારનો પ્રયાસ છે.

સરકારનો સંદેશ

મોદી સરકાર વારંવાર રાજકારણમાં પારદર્શિતા અને સ્વચ્છતા લાવવાના પ્રયાસોની વાત કરતી આવી છે. આ બિલ એ દિશામાં એક મોટું અને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

Scroll to Top