Amit Shah: વડનગરમાં બન્યું ભવ્ય આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, અમિત શાહના હસ્તે થયું લોકાર્પણ

Amit Shah: મહેસાણામાં આવેલ વડનગર (Vadnagar) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું જન્મસ્થળ તરીકે જાણીતું છે.આ નગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. દેશના તમામ લોકો આ નગરને સારી રીતે જાણી શકે તે માટે ડેવલોપ કરવામાં આવ્યું છે. આ શહેરમાં ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કીઓલોજિકલ એક્સપિરિઅન્સ મ્યુઝીયમ બનશે.જ્યારે આ મ્યુઝીયમ વડનગર (Vadnagar) ના 2,500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરે છે. મ્યુઝિયમમાં ઈ.સ પૂર્વે 800 થી શરુ કરીને સાત અલગ-અલગ સંસ્કૃતિના તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા છે.

ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ

21 મી સદીના આરંભે ગુજરા રજ્ય પુરાતત્ત્વ વિભાગે કરેલા ખનન દરમિયાન વડનગરમાં બૌદ્ધ વિહારના અવશેષો અને માટીના વાસણો મળ્યા હતા.આ મ્યુઝીયમ શહેરના સમૃદ્ધ ઈતિહાસની ઝલક આપે છે.વડનગરના ખોદકામમાં આઈઆઈટી ખડગપુર,આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ માનવ વસાહતના પૂરાવા કાઠ્યા હતા. હવે સમગ્ર દેશમાં આકર્ષણ તરીકે પ્રસ્તુત થશે.

વડનગરના 2,500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરા છે

વર્ષ 2014માં વડનગર (Vadnagar) ખાતે કરાયેલા ઉત્ખનન દરમિયાન નાના મોટા 60થી વધુ દુર્લભ સ્મારકો મળી આવ્યા હતા. વડનગર (Vadnagar) માં પુરાતત્વીય ખજાના ઉપરાંત હાટકેશ્વર મહાદેવ મંદિર, શર્મિષ્ઠા તળાવ અને 12મી સદીનું કીર્તિ-તોરણ આકર્ષણનું કેન્દ્ર છે. નવા મ્યુઝિયમમાં ક્લોક ટાવર અને આર્ટ ગેલેરીનો પણ સમાવેશ છે. જે પ્રવાસીઓને વડનગર (Vadnagar) ના ઇતિહાસ અને વિકાસની યાત્રાનો અનુભવ કરવાની તક પૂરી પાડે છે.

શિલ્પો અને ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ બનાવી

આ મ્યુઝિયમમાં સૈકા જૂની કલાઓ, શિલ્પો અને ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. આ મ્યુઝિયમમાં ત્રણ ફ્લોરમાં સાત ગેલેરીનો સમાવેશ થાય છે. તેમાં ત્રણ ગેલેરીમાં વડનગર (Vadnagar) શહેરનો મહત્વપૂર્ણ વારસો નિહાળી શકાય છે. આ આર્ટ ગેલેરીમાં વડનગર (Vadnagar) સાથે જોડાયેલા ધર્મો, શાસકો અને કથાઓની સાથોસાથ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણને પ્રદર્શિત કરતો વિભાગ પણ છે.

Scroll to Top