ગોંડલ (Gondal) તાલુકાના રીબડા (Ribda) ગામની સીમના વાડી વિસ્તારમાં 37 વર્ષીય રાજેશ ઉર્ફે અમિત ખૂંટએ 5 મે 2025ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે સમગ્ર મામલે મૃતકના 39 વર્ષીય મોટાભાઈ મનીષ ખૂંટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા, પૌત્ર રાજદીપસિંહ જાડેજા, બે યુવતીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
3 મે 2025, શનિવારના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17 વર્ષીય મોડેલિંગનું કામકાજ કરનારી સગીરા દ્વારા અમિત ખૂંટ (Amit Khunt) વિરુદ્ધ બીએનએસ ની કલમ 137 (2), 64(1) તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો અને પરિવારે મૃતક અમિત ખુંટનો મૃતદેહલ લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
મૃતક અમિત ખૂંટના કાકાનું જેન્તીભાઇ ખૂંટએ કહ્યું છે કે, “જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. છોકરીમાં ફસાવી અને કાવતરું કરવામાં આવ્યું છે. અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહનો જ આ ઘટનામાં હાથ છે. અગાઉ પણ આવી ઘટનાઓ રીબડાની અંદર બની છે. અગાઉ પણ આ પ્રકારે ષડયંત્ર રચીને યુવકનું મોત થયું હતું.”
દરમિયાન આજે બપોરે બે વાગ્યા આસપાસ ગણેશ જાડેજા મૃતક અમિત ખુંટના પરિવારના સભ્યો સાથે મૃતદેહ લેવા રાજકોટ પહોંચ્યા હતા. પોલીસે આોપીઓ સામે કાર્યવાહી કરવાની બાંહેધારી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. બીજી તરફ રીબડા ગામમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે. મૃતક અમિતની અંતિમ યાત્રા પાંચ વાગ્યે નીકળશે. સ્મશાન યાત્રામાં આજુબાજુના ગામના લોકો જોડાશે.