Amit Khunt Case: હવે IPS નિર્લિપ્ત રાયની એન્ટ્રી થશે?

Amit Khunt Case

Amit Khunt Case ની અંદર જ્યારથી સગીરાએ પોતાનું નિવેદન એ આપ્યું છે. ત્યારથી આ કેસની અંદર રોજ નવા તર્ક વિતર્કો સામે આવે છે. સગીરાએ કોર્ટ સમક્ષ તેનું નિવેદન આપ્યું, નિવેદન આપ્યા બાદ કોર્ટની બહાર આવીને તેને પોતાની પ્રતિક્રિયા આપી. જેની અંદર તેને ગોંડલના પૂર્વ ધારાસભ્ય Jayrajsinh Jadeja ની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જો કે ગણતરીના કલાકો બાદ સગીરાના પિતાનો વિડિયો પણ સામે આવ્યો હતો. એ વીડિયોની અંદર તેમને એવું કહ્યું કે અમને આ પ્રકારની કોઈ ધાક ધમકી નથી મળતી. જો કે ત્યારબાદ સગીરાના પિતા અને એડવોકેટની કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું. જેમાં આ આખું નિવેદન આપ્યું એ ડરાવી ધમકાવીને આપ્યું હોવાના આક્ષેપો થયા હતા.

 આ પણ વાંચો – Banaskantha: અંધશ્રદ્ધામાં લીધા બે લોકોના જીવ
Amit Khunt Case જો કે હવે આ તમામની વચ્ચે કોર્ટની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એ ફરિયાદની અંદર સગીરાએ લગભગ 25 કરતાં વધારે લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે રાજકોટના એક પોલીસ અધિકારીનું પણ નામનો ઉલ્લેખ કરાયો છે. DCP કક્ષાના અધિકારીનો નામનો ઉલ્લેખ થતા હવે IPS લોબીની અંદર પણ ચર્ચાનો વિષય બન્યો છે, કે શું હકીકત આ ઘટનાની અંદર છે અને શું રંધાઈ રહ્યું છે. સૌથી પહેલા જેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આગામી પહેલી તારીખ સુધી આ તમામ રિપોર્ટ કોર્ટની અંદર સબમિટ કરાવવા માટે જજ દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે. એટલે કે હવે આ કેસની અંદર સૌથી મોટો વળાંકએ આવનારા 10 દિવસની અંદર કદાચ જોવા મળે તો નવાઈ નહીં. આવનારા 10 દિવસની અંદર સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એ આવશે કે CCTV ફૂટેજ અને સાથે જ જે કંઈ પણ પુરાવા સબમિટ કરવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેના આધારે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Scroll to Top