Amit Khunt Case માં સગીરાના નિવેદન બાદ પાટીદાર આગેવાન Alpesh Kathiriya એ નિવેદન આપ્યું છે કે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એના મલાજા પર કોઈપણ પ્રકારની કોમેન્ટ ના હોવી જોઈએ. પરિવારે જે દીકરો ગુમાવ્યો છે એના દુઃખનું શું? એના પરિવારની આજુબાજુ જે જયરાજસિંહના માણસો ફરે છે અને ખોટી રીતે પરિવારને અલગ દિશામાં લઈ જાય છે. એ ઘટનાને જોઈએ તો ખૂબ જ તટસ્થતાથી અને સારી રીતે તપાસ થવી જોઈએ. કોઈ સ્વતંત્ર એજન્સીને આની તપાસ સોપવી જોઈએ. એક બાજુ જયરાજસિંહ અને એનો પરિવાર પોતાનું કામ કરી રહ્યો છે. બીજી બાજુ અનિરુદ્ધસિંહ અને એનો પરિવાર પોતાના કામ કરી રહ્યા છે. કોઈનો પણ ટેકો પર પરિવારે ન લેવું જોઈએ.
Amit Khunt Case: સગીરાના નિવેદન બાદ અલ્પેશ કથીરિયાએ શું કહ્યું?
