Amit Khunt Case માં સગીરાએ મોટો ખુલાસો કર્યો. શુંજયરાજસિંહ અને પોલીસ મુખ્ય સૂત્રોધાર છે? રાજકોટના યુવાન અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં દુષ્કર્મનો ભોગ બનનારી સગીરા દ્વારા 9 જૂનના રોજ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપી પૂર્વ ધારાસભ્ય Jayrajsinh Jadeja અને તેના પુત્ર ગણેશ જાડેજા તેમજ DySP કે. જી. ઝાલા, PI પરમાર વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે. સગીરાએ કોર્ટ સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે અમિત ખૂંટ દ્વારા તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને પછી પોતે આપઘાત કરી લીધો છે અને તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હનીટ્રેપના આરોપ તદ્દન ખોટા છે.