Amit Khunt કેસમાં પીડિત સગીરાએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ વિરુદ્ધ કોર્ટમાં આપ્યું ચોંકાવનારું નિવેદન
રીબડાનો ખુબ ચર્ચિત કેસ, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એક નવો ખુલાસો થયો છે. જેમાં સગીરાએ રાજકોટની કોર્ટમાં નિવેદન આપતા ગોંડલના મોટા વ્યક્તિઓના નામ સામે આવ્યા છે. જેમાં સગીરાએ ગણેશ ગોંડલ અને જયરાજસિહ જાડેજા પર આરોપો લગાવ્યા છે.
સગીરાએ નિવેદન આપતા કહ્યું કે, મારા પર બળાત્કાર થયો ત્યારે મેં કેસ કર્યો હતો. એ બાદ એ વ્યક્તિ અમિત ખુંટ કે જેનીએ મારો બળાત્કાર કર્યો એને આત્મહત્યા કરી લીધી અને સુસાઇડ નોટમાં મારું ખોટું નામ લખી દીધું અને મને આરોપી બનાવી દીધી. અને પોલીસે ખોટું બોલાવી મને આરોપી બનાવી અને મને રિમાન્ડ હોમ માં મોકલી અને મારા જમીન કરાવ્યા હતા.
ગણેશ ગોંડલ અને જયરાજસિહ જાડેજા પર આરોપ લગાવતા કહ્યું કે તેઓએ મને આરોપી બનાવી અને મને 6 લોકોના નાં નામ આપ્યા અને કહ્યું તું સાક્ષી બની આ લોકોના નામ આપ તો તું આમાંથી બચી જઈશ. બાકી તારી વિરુદ્ધ પણ ફરિયાદ કરશું. સગીરાએ કહ્યું કે મારી અને મારા પરિવારનો જીવ ખતરામાં છે.
આ પણ વાંચો-Ribda ના Amit Khunt ના પરિવારને ન્યાય અપાવવા પાટીદાર યુવકો થયા એકઠા