Amreli: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો હતો.આ મુદ્દે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ભાજપની આંતરિક લડાઈમાં પાટીદાર યુવતી ભોગ બની
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા મીડિયા સામે જણાવ્યું હતું કે, અમરેલી લેટર કાંડમાં ભાજપની આંતરિક લડાઈનો પાટીદાર યુવતી ભોગ બની છે.આ પાટીદાર દીકરી માત્ર 10 હજારમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી. આ દિકરીને ભાજપના લોકોએ તંત્ર સાથે મળી લોકોને કેવી રીતે હેરાન કરી શકે તે દુનિયાએ જોયું છે.આ ઉપરાંત તેમણે ગૃહ વિભાગ પર આક્ષેપ કરતા કહ્યું ગૃહ વિભાગના આદેશથી દીકરીને ઉઠાવી પટ્ટા મારી વરઘોડો કાઢવામાં આવ્યો છે.આ માત્ર પાટીદાર યુવતીનું નહી પણ રાજ્યની તમામ મહિલાઓનું અપમાન કર્યું છે.
સરકાર એક મહિના પછી રિપોર્ટ જાહેર કર્યો નથી
નિર્લિપ્ત રાયે તૈયાર કરેલા રિપોર્ટને એક મહિના પછી પણ જાહેર કરતા નથી.અમરેલી (Amreli) ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પત્ર લખી નાર્કો ટેસ્ટ કરવાની માંગણી કરી હતી. ત્યારે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે પાટીદાર યુવતીને નિર્દોષ ઠેરવવા તમામ લોકોનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ.આ પ્રકારની માંગ અમિત ચાવડાએ સરકાર સામે રાખી છે. હવે અગામી સમયમાં જોવાનું રહ્યું કે સરકાર અગામી સમયમાં શું કાર્યવાહી કરે છે.
વિકાસ સહાયે પોલીસ અધિકારીની બદલી કરી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અમરેલી LCBમાં ફરજ બજાવતા પી આઈ. એ.એમ.પટેલની કચ્છના ભુજ ખાતે બદલી કરવામાં આવી હતી.જ્યારે સાયબરમાં ફરજ બજાવતા P.I. એ.એમ.પરમારની વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે LCB ના પી.એસ.આઇ. કુસુમ પરમાર વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી હતી. આ બદલી બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.