વડોદરા જિલ્લાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, પાદરા-જંબુસર વચ્ચેનો ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. જર્જરીત મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા 9 લોકોના મોત થયા હતા અને પાંચ લોકોને બચાવાયા હતા. પાદરા-જંબુસર વચ્ચેનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. બ્રિજ તૂટતા પાંચ વાહનો ખાબક્યાની કલેક્ટરે માહિતી આપી હતી. કલેક્ટરે કહ્યું કે એક બાઈક, એક કાર અને અન્ય ત્રણ વાહનો ખાબક્યા હતા. હાલમાં નદીમાં ખાબકેલા લોકોના રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. Amit Chavda આ અંગે કહ્યું કે આ તંત્રની ઘોર બેદરકારીનો પુરાવો છે.
આ પણ વાંચો – Bridge Collapse LIVE: ‘વિકાસ’નો પુલ તૂટાયો, જવાબદાર સામે થશે કાર્યવાહી?