UCC મુદ્દે અમિત ચાવડાએ ભાજપ પર આક્રરા પ્રહાર કર્યા, વોટબેન્કની રાજનીતિ ……………….

Amit Chavda on UCC: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. 45 દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે તેનો રિવ્યુ કરવામાં આવશે. આ રિવ્યુ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે.હવે રાજ્યમાં વિવાદ બાદ ચાલુ થઈ ગયો છે.ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા (Amit Chavda ) એ સરકાર પર આક્રરા પ્રહાર કર્યા હતા.ભાજપની સરકાર UCCના બહાને દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિ પર પ્રહાર કરવા માંગે છે.

અમિત ચાવડાએ ભાજપ પર આક્રરા પ્રહાર કર્યા

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા (Amit Chavda ) એ UCC કાયદાને લઈ ણાવ્યું હતું કે, વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિ અને પરંપરા રહી છે. આ દેશમાં જાતિ, ધર્મ, ભાષા અને પ્રાંતથી ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છીએ.આપણે સૌએ સાથે મળી દેશનું નિર્માણ કર્યું છે.દેશના બંધારણે સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે. બંધારણે ચોક્કસ સમુદાયો, ધર્મ, જાતિના લોકોને પોતાની ધાર્મિક વિધિઓ, પરંપરાઓ, રીત-રીવાજો, સંસ્કૃતિ છે એ તમામ બાબત ધ્યાનમાં રાખીને વિશેષ છૂટ પણ આપી છે.યુ.સી.સી કાયદો મુસ્લિમ સમાજ સાથે સાથે ગુજરાતમાં 14કા વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની છે.આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીત-રીવાજો અને લગ્ન વ્યવસ્થા છે એ ધ્યાનમાં રાખીએ ગુજરાતમાં યુ.સી.સી. અસર આદિવાસી સમાજને વધુ થશે.સમાજમાં રહેલા વિવિધ સમુદાયની ધાર્મિક વિધિઓ છે એમને પણ આ કાયદાથી અસર થવાની છે.

લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા આ કમિટીનું રચના કરી

અમિત ચાવડા (Amit Chavda ) એ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કમિટી બનાવી 45 દિવસમાં રીપોર્ટ આપવાની ભલામણ કરવામાં આવશે એ વાત કરવામાં આવી રહી છે. રાજ્યમાં જીલ્લે જીલ્લે ભારતીય જનતા પાર્ટીની આંતરિક વોર ચાલી રહ્યો છે.ભારતીય જનતા પાર્ટીની અલગ-અલગ ગેંગો સામસામે આવી, ખુલીને પત્રો લખી રહી છે, નિવેદનબાજી કરી રહી છે, એમના કૃત્યોને ખુલ્લા પડી રહી છે એનાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે. સાથે સાથે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, સરકારી નિષ્ફળતાઓ જે વ્યાપક બની છે એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી વોટબેન્કની રાજનીતિ કરવા માટેની પ્રેસ કોન્ફરન્સ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

 

 

 

 

 

Scroll to Top