ગુજરાતની રાજનીતિમાં એક મોટો વિવાદ ઉઠ્યો છે. કોંગ્રેસે મતદાર યાદીમાં મોટા પાયે છેડછાડના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતા Amit Chavda એ પત્રકાર પરિષદ કરીને ભાજપ પર વોટ ચોરીનો સીધો આરોપ કર્યો.
આ પણ વાંચો – Donald Trump: રાષ્ટ્રપતિએ ભારતની યાત્રા કેમ કરી રદ્દ?
કોંગ્રેસે આરોપ મૂક્યો કે ગુજરાતમાં મતદાર યાદી સાથે છેડછાડ થઈ રહી છે અને એક વ્યક્તિના અનેક મત જોવા મળી રહ્યા છે. Amit Chavda ના જણાવ્યા મુજબ–
-
“150 લોકોની ટીમ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.”
-
“રાજ્યની મતદાર યાદીમાંથી ઘણા નામોમાં છેડછાડ થઈ છે.”
-
“રાહુલ ગાંધીએ ઉઠાવેલા વોટ ચોરીના મુદ્દાને હવે ગુજરાત કોંગ્રેસે પુરાવા સાથે રજૂ કર્યો છે.”
કોંગ્રેસે ભાજપ પ્રદેશ પ્રમુખ CR Paatil પર સીધો આરોપ કર્યો છે. નવસારી લોકસભા બેઠક તથા ચોર્યાસી વિધાનસભાની મતદાર યાદીની ચકાસણી કરવામાં આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
-
ચોર્યાસી વિધાનસભામાં કુલ મતદારો : 6,09,592
-
ચકાસેલા મતદારો : 2,40,000+
-
ફર્જી મતદાર મળી આવ્યા : 30,000+
-
કોંગ્રેસનો દાવો : તપાસ થાય તો 75,000થી વધુ ફર્જી વોટ બહાર આવી શકે.



