Amerli: અમરેલી શિક્ષક કાંડ મામલે ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણી Parasba Rathod ની મોટી પ્રતિક્રિયા સામે આવી છે. તેમને કહ્યું નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહી થવું જોઈએ. રાજ્યમાં આવા કોઈપણ પ્રકારના નરાધમ શિક્ષક આવું કૃત્યું ન કરે તો માટે કડકમાં કડક સજા થવી જોઈએ.મહેન્દ્ર પટેલ નામના આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી સાથે દુષ્કર્મ આચરતો હતો. ભારતનગરની ચાલુ શાળાએ નરાધમ શિક્ષકે બે બાળકીઓને ને દારૂ પાઇ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટનાની જાણ થતાં વાલી વર્ગમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીની ફરિયાદ બાદ લંપટ નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ મામલે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે.
Amerli શિક્ષક કાંડ મામલે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી Parasba Rathod નો Audio Viral | Amreli School
