America : ટેરિફ મામલે હવે ભારતને પણ રાહત નહીં છોડે ? એપ્રિલ મહિનામાં આવી શકે છે ટેરિફ !

Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ લગભગ તમામ દેશોની સામે ટેરિફ લગાવવાના મૂડમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ચેનલ ના ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ટેરિફ લગાવવાનું અહીંયા બંધ નહીં થાય. લગભગ મોટા ભાગના તમામ દેશો સામે ટેરિફ લગાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલની તારીખ નક્કી કરી છે અને આ તારીખને તેમને મુક્તિ દિવસ નામ આપ્યું છે. અમેરિકા (America) માં આવતી મોટા ભાગની વસ્તુઓ ચીનથી આવે છે જ્યાં પણ ટેરિફ લગાવી છે. જોકે પહેલા એલ્યુમિનિયમ, મોબાઈલ અને ઓટો મોબાઇલ બાદ હવે અનેક વસ્તુઓ પર ટેરિફ ટ્રમ્પ લગાવશે.

ખરીદ વેચાણ થતી તમામ વસ્તુઓ પર અમેરિકામાં ટેરિફ ?

ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકા (America) માં એ તમામ વસ્તુઓ પર ટેરિફ લગાવવાનું નક્કી કરી રહ્યા છે કે રોજબરોજ ખરીદ વેચાણ થતું હોય. વાઇટ હાઉસમાં પત્રકારો સાથેની રવિવારની વાતચીત પ્રમાણે ટેરિફ તમામ દેશો સામે લાગશે. તે તમામ દેશોથી જેના વિશે આપણે સતત વાત કરી રહ્યાં છીએ. ટ્રમ્પે તે દેશો પર પારસ્પરિક ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે જે અમેરિકન નિકાસ પર ચાર્જ લગાવે છે, જેનો હેતુ તે ટેરિફને તે અનુસાર બરાબર કરવાનો છે. ના ઓછો અને ના વધુ.

સત્તા પર આવતા જ ટ્રમ્પે આપ્યા હતા મોટા આદેશો

ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીના રોજ સત્તા પર આવતાની સાથે જ તેમને અનેક ઓર્ડરો પર સાઈન કર્યા હતા. આ સાથે ટ્રમ્પે તેની ટીમને આદેશ પણ કર્યા હતા કે ટેરિફ અંગે એક લિસ્ટ તૈયાર કરો. જેમાં વેપાર અધિકારીઓને અલગ અલગ દેશોનું વ્યક્તિગત નિરીક્ષણ કર્યા બાદ જે તે દેશોના નામ અંગે એક લિસ્ટ બનાવ્યું હતું. તાજેતરમાં જ ટ્રમ્પે એવા સંકેત પણ આપ્યા હતા કે તે પોતાની રેસિપ્રોકલ ટેરિફની લિમિટ પર પુનર્વિચાર પણ કરી શકે છે. તેમણે અમુક કન્ડીશન્સમાં અમેરિકા પર અન્ય દેશો દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની તુલનામાં ઓછા દર પર ટેરિફ લાગુ કરવાની શક્યતાના સૂચન પણ આપ્યા છે.

ટેરિફ લગાવવામાં આ દેશો સૌથી મોખરે

રવિવારે જ વાઇટ હાઉસમાં ઇકોનોમિક એડવાઈઝર કેવિન હેસેટ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકન સરકાર દુનિયાના 10 થી 15 દેશો ને ટાર્ગેટ કરશે. જેમાં મહત્વપૂર્ણ વેપાર અસંતુલન વાળા દેશોના નામ હશે. જોકે તેમને એ નથી કહ્યું કે દુનિયાના કયા દેશોને સૌથી વધુ ટેરિફ અસાર કરશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફને તેમના દેશ માટે ઘરેલું અર્થ વ્યવસ્થા બચાવવા અને સંતુલન માટે એક સાધન તરીકે જોવે છે.

Scroll to Top