America: સુનિતા વિલિયમ્સ ક્યારે આવશે ધરતી પર? ટ્રમ્પે કરી મોટી જાહેરાત

America: સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર જૂન, 2024થી અવકાશમાં અટવાયેલા છે. બંનેને પૃથ્વી પર પરત લાવવાની નાસાના પ્રયાસો સફળ નથી થયા. તાજેતરમાં અમેરિકન (America) રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બૂચ વિલ્મોરને પ્રોત્સાહન મળે એવું નિવેદન આપ્યું હતું.

ટેક્નિકલ ખામીના કારણે પૃથ્વી પર પાછા ફરી શક્યા નહીં

અમેરિકા (America) ના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન પર બંને અવકાશયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાયેલા છોડી દેવાનો આરોપ લગાવતા ટ્રમ્પે (Donald Trump) કહ્યું હતું કે, અમે તમને લેવા માટે આવી રહ્યા છીએ. નોંધનીય છે કે, સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બૂચ વિલ્મોરે જૂન, 2024માં 8 દિવસના અવકાશ મિશન પર ગયા હતા, પરંતુ બોઈંગ સ્ટારલાઈનરમાં ટેક્નિકલ ખામીના કારણે તેઓ પૃથ્વી પર પાછા ફરી શક્યા નહોતા.

8 મહિનાથી અવકાશમાં ફસાયેલા છે

બંને અવકાશયાત્રી 8 મહિનાથી અવકાશમાં ફસાયેલા હોવાથી ટ્રમ્પે (Donald Trump) એ બાબતે હળવી રમૂજ કરતાં કહ્યું હતું કે, ‘આશા છે કે તેઓ એકબીજાને પસંદ કરતા હશે, કદાચ તેઓ એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા હોય!’ સ્પેસ સ્ટેશનમાં રહેતાં સુનિતા વિલિયમ્સ (Sunita Williams) ના વાળ હવામાં ઊડતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એ બાબતે ટિપ્પણી કરતાં ટ્રમ્પે (Donald Trump) કહ્યું હતું કે, સુનીતાના વાળ સરસ, મજબૂત છે.

પૃથ્વી પર પાછા લાવવાનું કામ ઈલોન મસ્કને સોંપ્યું

સુનિતા વિલિયમ્સ (Sunita Williams) ના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે. વિલ્મોરને પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાનું કામ ઈલોન મસ્કને સોંપ્યું છે. આ દિશામાં જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે એ જોતાં અવકાશયાત્રીઓ 19મી અથવા 20મી માર્ચે પૃથ્વી પર પાછા ફરે તેવી અપેક્ષા છે. મોટેભાગે તેઓ સ્પેસ એક્સ વાહન દ્વારા પાછા ફરશે. પૃથ્વી પર પાછા ફર્યા પછી, બંને અવકાશયાત્રીની સઘન તબીબી તપાસ કરવામાં આવશે.

 

Scroll to Top