America News: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ પર કેન્દ્ર સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો. તેમાં અમેરિકા (America) એ ભારત પર કોઈ આંતરિક ટેરિફ ટેક્સ લગાવ્યો નથી. લોકસભામાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે સંસદ ગૃહમાં કહ્યું કે, ભારત અને અમેરિકા (America) એક નવા વેપાર કરાર પર ચર્ચા કરી હતી. જેમાં બંને દેશો આયાત અને જકાતના ટેરિફ ઘટાડવા અને પૂરવઠા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
જકાતના ટેરિફ ઘટાડવા ચર્ચા કરશે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી (America) સાંસદમાં કહ્યું હતું કે ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે. આ પહેલા ટ્રમ્પે 2 એપ્રિલના રોજ અમેરિકા (America) ની સંસદમાં ટેક્સ વસુલનારા તમામ દેશો પર આંતરિક ટેરિફ લાગુ કરવામાં આવશે.ટ્રમ્પે ભારત પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભારત અમારા પર ખૂબ જ વધારે ટેરિફ લગાડે છે.USAએ 13 13 ફેબ્રુઆરી 2025ના રોજ આંતરિક વેપાર અને ટેરિફ પર Memorandum જારી કર્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, યુએસ કોમર્સ સેક્રેટરી અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ વેપાર ભાગીદારો દ્વારા અપનાવવામાં આવેલી બધી વ્યવસ્થાને US થતા નુકસાનની તપાસ કરવામાં આવશે.
અમેરીકાએ 2 તારીખે નવા ટેરિફ જાહેર કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા મહિને અમેરિકા (America) ની મુલાકાત કરી હતી. જેમાં 2030 સુધી આંતરિક વેપાર માટે 500 અબજ ડૉલર સુધી વધારમાં આવશે. આ ઉપરાંત 2025ના અંત સુધીમાં વેપાર કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. વેપાર અને નીતિ અમેરીકા (America) સાથે મજબૂત કરવા માટે ભારત સતત અમેરીકા (America) સાથે ચર્ચા કરી રહ્યા છે. ભારતીય કંપનીઓ અમેરીકા (America) માં નવા બજારો શોધવા અને બિઝનેસ વધારવા સતત પ્રયાસો કરી રહ્યા છે.
અમેરીકા સાથે વેપારમાં ભારતને 43.65 અબજ ડોલરનો નફો
વર્ષ 2023માં ભારત અને અમેરિકા (America) વચ્ચે કૂલ 190.08 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. ભારતે અમેરિકા (America) માં 83.77 અબજ ડોલરના માલની નિકાસ કરી હતી.જ્યારે ભારતે અમેરીકાથી 40.12 અબજ ડોલરના માલની આયાત કરી હતી.આ સાથે વર્ષના અંતે ભારતના નફાની વાત કર્યે તો 43.65 અબજ ડોલરનો નફો થયો હતો.