ટ્રમ્પ સરકારમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી ક્રિસ્ટીનોયમ ઉંમરમાં ભલે 53 વર્ષના હોય પરંતુ તેમની પર્સનાલિટી 30 35 વર્ષની કોઈ યુવતીને પણ ઝાંખી પાડી દે તેવી જોરદાર છે. ક્રિસ્ટીનોયમ આમ તો પોતાના લુક અને સ્ટાઇલને કારણે ચર્ચામાં રહેતા જ હોય છે અને તેમાં ન્યુયોર્કમાં આઈસની પહેલીવાર જ્યારે રેડ શરૂ થઈ તે વખતે તેઓ જે રીતે તૈયાર થઈને તેમાં જોડાયા હતા. તેને લઈને મીડિયામાં તેમની ખાસી ટીકા પણ થઈ હતી. જો કે પોતાના વિશે કોણ શું કહે છે તેની કોઈ ફિકર ના હોય તેમ ક્રિસ્ટીનોમ હાલમાં જ એલસાલવાડોની એક જેલની મુલાકાતે એકદમ બની ઠનીને પહોંચ્યા હતા. આ જ જેલમાં અમેરિકાએ તાજેતરમાં જ ડિપોર્ટ કરેલા 238 વેનેઝુએલન ઇમિગ્રેન્ટસે રાખવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક ખુંખાર કેદીઓ પણ છે. જ્યારે અમુકને કદાચ ક્રિમિનલ હોવાનો થપ્પો લગાવીને તેમની સાથે જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.
દુનિયાની સૌથી ખતરનાક જેલની મુલાકાતે ટ્રમ્પ સરકારના મંત્રી
એલ સાલવાડોની આ જેલની ગણના દુનિયા ની સૌથી ખતરનાક જેલોમાં થાય છે. જ્યાં એકથી એક હિંસક કેદીઓને રાખવામાં આવ્યા છે અને આ જ જેલની વિઝિટ કરવા માટે ક્રિસ્ટીનોએમ માર્ચ 26 ના રોજ એલ સાલવાડો પહોંચ્યા હતા. ગાર્ડસથી ઘેરાયેલા ડીએચએસના સેક્રેટરી જ્યારે જેલ વિશે જાણકારી મેળવી રહ્યા હતા ત્યારે તેમના ફોટોગ્રાફ પણ ક્લિક થઈ રહ્યા હતા પરંતુ તે વખતે સૌ કોઈની નજર તેમના હાથમાં રહેલી ગોલ્ડન વોચ પર હતી. ક્રિસ્ટીનોએમે જે રોલેક્સ કોસ્મોગ્રાફ ડેટોના વોચ પહેરી હતી તેની કિંમત 50 હજાર ડોલરથી પણ વધારે હોવાનું અનુમાન છે. ક્રિસ્ટીનોએમ જે જેલની મુલાકાતે ગયા હતા તે સેસોટ તરીકે ઓળખાય છે. આ જેલમાં તેમણે કેદીઓ દેખાતા હોય તેવો એક વિડીયો પણ શૂટ કર્યો હતો. જેમાં તેમની ગોલ્ડન રોલેક્સ પણ સ્પષ્ટ દેખાતી હતી આ જેલ 2023 માં ખુલી હતી જેમાં 40,000 કેદીઓને રાખી શકાય છે. જો કે આ ખોખાર જેલમાં ક્રિસ્ટીનોમે કરેલા સીન સબાટાની સોશિયલ મીડિયા પર ભારે ટીકા પણ થઈ રહી છે. કેટલાક અમેરિકન સજ ક્રિસ્ટી અને તેમની રોલેક્સ પર સવાલ ઉઠાવતા એવું કહી રહ્યા છે કે જેલમાં તેમને આ રીતે બની ઠરીને જવાની શું જરૂર હતી. આ મામલે હોમલેન્ડ સિક્યુરિટીના આસિસ્ટન્ટ સેક્રેટરી ફોર પબ્લિક અફેર્સ ટ્રેશિયા મેગ્લોવલીને એવું જણાવ્યું હતું કે ક્રિસ્ટી જે પણ વસ્તુઓ ખરીદે છે તે પોતાના બાળકોને આપી દેશે જો કે ટ્રેશિયાએ ક્રિસ્ટી મેડમ જેલમાં રોલેક્સ પહેરીને કેમ ગયા હતા. તેના વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કરી ક્રિસ્ટીનોયમ સાઉથ ડકોટાના ના ગવર્નર પણ રહી ચૂક્યા છે અને ટ્રમ્પના તેઓ ખૂબ જ ખાસ ગણાય છે એટલે જ તેમને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
મોંઘી ઘડિયાળો પહેરવાનો શોખ ?
યુએસના એક્સ પ્રેસિડેન્ટ જો બાઈડન પણ ઘડિયાળોના ખૂબ જ મોટા શોકીન હતા અને તેમણે પોતાની શપથવિધિ વખતે રોલેક્સની મોંગી ઘડિયાળ પહેરી હતી. જે બદલ તેમની પણ તે સમયે ટીકા થઈ હતી ક્રિસ્ટીનોમ પાસે રોલેક્સ નું જે મોડેલ છે તે હાલ દુર્લભ થઈ ગયું છે. તેને ખરીદવા માંગતા કોઈપણ વ્યક્તિએ વર્ષો સુધી વેટિંગમાં રહેવું પડે છે. જેથી સેકન્ડરી માર્કેટમાં તેની વેલ્યુ ખૂબ જ ઊંચી બોલાઈ રહી છે. આ ઘડિયાળને છેક 1963 માં લોન્ચ કરવામાં આવી હતી અને પોલ ન્યુમેનને તેને પહેરવાનું શરૂ કર્યા બાદ તે ખાસી પોપ્યુલર બની હતી. એક્સપર્ટ શું માની તો રોલેક્સ પોતાના મોટાભાગના મોડેલ્સનો સપ્લાય જાણી જોઈને ખૂબ જ મર્યાદિત રાખે છે. જેથી તેની હંમેશા શોર્ટેજ રહેતી હોય છે અને તેની વેલ્યુ પણ તેના કારણે જ વધી જાય છે. આમ તો આવી મોંગી ઘડિયાળો કોઈ હાઈફાઈ ઇવેન્ટસમાં જોવા મળતી હોય છે. પરંતુ ક્રિસ્ટીઓએમે તેને જેલમાં પહેરીને એક નવો જ સ્ટ્રેન્ડ શરૂ કર્યો છે.