America News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (donald Trump) ના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટા પાયે ડિપોર્ટ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત સોમવારે (3 ફેબ્રુઆરી) એક અમેરિક (America) ન સૈન્ય વિમાન ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને ભારત માટે રવાના થયું હતું. જે આજે બપોર પછી ભારતમાં લેન્ડ થવાનું છે.જેમાં 209 ભારતીય ઘુસણખોરોનું નામ પણ સામેલ છે. આ ડિપોર્ટેશન ફ્લાઈટમાં 33 ગુજરાતીઓનો પણ સામેલ છે. અમેરિકા (America) થી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતના ગુજરાતીઓ સામેલ છે.
ડિપોર્ટેશનમાં 209 ભારતીયો
આ ડિપોર્ટેશનમાં 209 ભારતીયો છે.જેમાં 33 ગુજરાતીઓ પણ સામેલ છે.જેઓ અમેરિકાથી ડિપોર્ટેશનના કારણે પાછા આવી રહ્યા છે.આજે (2-5-25) બપોરે આ લોકો અમૃતસર લેન્ડ થવાના છે.અમેરિકાથી પાછા આવેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના રહેવાસી છે.આ બંન્ને જીલ્લા માંથી 12-12 લોકો પરત આવવાના છે.આ સાથે સૂરતના 4 અને અમદાવાદના 2 લોકો હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત વડોદરા,ખેડા અને પાટણના એક એક વ્યકિત સામેલ છે.
સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના લોકો
મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (donald Trump) અમેરકી (America) માં ગેરકાયદે ગયેલા 209 ભારતીયો સાથે 33 ગુજરાતીઓને કાઢી મુક્યા છે.આ 33 ગુજરાતીઓમાં મહેસાણા જિલ્લાના 12 અને ગાંધીનગર જિલ્લાના 10 લોકોની હકાલપટ્ટી કરવામાં આવી છે.આમાં સુરત જિલ્લાના 4 અને અમદાવાદ જિલ્લાના 2 લોકોની પણ હકાલપટ્ટી કરાઇ છે. પાટણ, ખેડા, વડોદરા, આણંદના 1-1 વ્યક્તિને તગેડી મુકાયા છે.
આ 33 ગુજરાતીઓના નામ
સુરતના ડિંડોલીના શુભ વાટિકાના એની આપેલ ડિપોર્ટ કરાયેલા છે. આ ઉપરાંત સુરતના ડિંડોલીના શુભ વાટિકાના કેતુલ પટેલ, સુરતના ડિંડોલીના શુભ વાટિકાના મંત્ર પટેલ, સુરતના ડિંડોલીના શુભ વાટિકાના કિરણ પટેલ, ગાંધીનગરના ખોરજના કેતુલ દરજી, ગાંધીનગરના મોટી આદરજના પ્રેક્ષા પ્રજાપતિ, ગાંધીનગરના માણસાના બાપુપુરાના બળદેવ ચૌધરી, માણસાના ઈન્દ્રપુરાના રુચિ ચૌધરી, મહેસાણાના ખાણુસાના હિરલબેન અને જયેન્દ્રસિંહ, મહેસાણાના લાંગણજના પિન્ટુ પ્રજાપતિ, મહેસાણાના લાંગણજના એશા પટેલ, મહેસાણાના ખેરવાના શિવાની ગૌસ્વામી, મહેસાણાના વસઈ ડાભલાના નિકિતા પટેલ, કડીના રાજનગર સોસાયટીના બીના અને જયેશ રામી, મહેસાણાના હાર્દિક ગોસ્વામી અને મહેસાણાના હીમાની ગોસ્વામીની અમેરિકન સરકારે હકાલપટ્ટી કરી છે.