America News: અમેરિકાનું પ્રમુખ પદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને લઈને એક વિમાન અમૃતસર પહોંચ્યું છે. આ 33 ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે અમેરિકા (America) થી પાછા આવે તેઓ કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણાં ગુજરાતી છે.
શું કહ્યું નિતીન પટેલે
અમેરિકા (America ) માં ગેરકાયદે રહેતા 33 ગુજરાતીઓના પરત ફરવા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) જણાવ્યું હતું કે,આપણા ગુજરાતીઓ અમેરિકા પોતાની રીતે ગયા છે.ત્યા તેઓ શાંતિથી કામ કરે છે. અમેરિકા (America ) ના કાયદાને માન આપીને કામ કરે છે. પરંતુ અત્યારે તેમને અમેરિકન (America ) સરકારે થોડી મંજૂરીઓ નહીં હોવાના કારણે પરત મોકલ્યા છે, તે મારી દ્રષ્ટિએ સહાનુભૂતિથી વિચારવા જેવું છે. મારી બધાને વિનંતી છે આવા લોકો પાછા આવે ત્યારે તેમને કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણા ગુજરાતીઓ છે, આપણા ભાઈઓ છે, આપણી દીકરીઓ છે, પરદેશમાં કમાવવા ગયા છે.’
ડિપોર્ટેશનમાં 33 ગુજરાતીઓ સામેલ
અમેરિકા (America ) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટા પાયે ડિપોર્ટ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત સોમવારે (3 ફેબ્રુઆરી) એક અમેરિકન સૈન્ય વિમાન ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને ભારત માટે રવાના થયું હતું. જે આજે બપોર પછી ભારતમાં લેન્ડ થવાનું છે.જેમાં 209 ભારતીય ઘુસણખોરોનું નામ પણ સામેલ છે. આ ડિપોર્ટેશન ફ્લાઈટમાં 33 ગુજરાતીઓનો પણ સામેલ છે. અમેરિકા (America) થી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતના ગુજરાતીઓ સામેલ છે.