America : મંદીના ડરને કારણે કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઘટી રહ્યો છે અને બીજી તરફ લોકો મોંઘવારીથી પણ ત્રસ્ત છે. ટ્રમ્પના આવ્યા બાદ પણ પબ્લિકની આવકમાં જોઈએ તેવો વધારો નથી થયો. જોકે નવી જોબ ઓપોર્ચ્યુનિટીઝની સ્થિતિ પણ કંઈક આવી જ છે. જો કે હાલ 20% જેટલા અમેરિકન્સ એવું માની રહ્યા છે કે મોંઘવારી હજુ પણ વધશે અને તેના કારણે લોકોએ જે વસ્તુઓના ભાવ વધવાનો ડર છે તેનો નો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે. આ ટ્રેન્ડને ડૂમ સ્પેન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ જરૂરિયાત કે ઈચ્છાને કારણે નહીં પણ ડરને કારણે ચીજ વસ્તુઓ ખરીદતો હોય ત્યારે આ ટર્મ યુઝ કરાતી હોય છે. યુએસમાં હાલ જે ડૂમ સ્પેન્ડિંગ જોવા મળી રહ્યું છે તેની પાછળ ટ્રમ્પ દ્વારા એક પછી એક દેશો અને માલ સામાન પર નખાઈ રહેલો ટેરીફ સૌથી વધુ જવાબદાર છે. જેના કારણે લોકો ચીજ વસ્તુઓના ભાવ વધે તે પહેલાં જ તેની જરૂર ન હોવા છતાં પણ ખરીદી કરી રહ્યા છે. અમેરિકન્સ ડુમ્સ પેન્ડિંગમાં ભલે પૈસા ખર્ચી રહ્યા હોય પરંતુ સ્થિતિ એ છે કે તેમની પાસે એટલા પૈસા પણ નથી જેથી લોકો ક્રેડિટ કાર્ડ પર દેવું કરી રહ્યા છે. અમેરિકન્સ જ્યારે પણ ગ્રોસરી સ્ટોર્સમાં જાય છે ત્યારે તેમને મોટાભાગની વસ્તુઓના ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે એવું નથી કે આ બાબતને લઈને ફક્ત કસ્ટમર્સમાં જ ચિંતા છે.
અમેરિકાની મોટી કંપનીસ ફેડરલ રિઝર્વ અને વોર સ્ટ્રીટ પણ અનિશ્ચિતતાના સંકેત આપી રહ્યા છે. તેમજ અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ અફરાતફરી ફેલાયેલી છે એસએનપી 500 ફેબ્રુઆરીના તેના હાઈ લેવલથી 10 ટકા જેટલો તૂટ્યો છે જે દર્શાવે છે કે રોકાણકારોને મંદીનો ડર સતાવી રહ્યો છે અને શુક્રવારે બજાર બંધ થયું ત્યારે પણ તેમાં રેકોર્ડ કડાકો જોવા મળ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી વિવિધ દેશો પર ટેરીફ લગાવવાની ધમકી તેમણે આપવાનું શરૂ કર્યું છે અને ઘણા દેશો પર ટેરીફ લગાવી પણ દીધો છે પરંતુ તમામ એક્સપર્ટસ અને ઇકોનોમિસ્ટ કહી રહ્યા છે કે તેનાથી અમેરિકામાં મોંગવારી વધી શકે છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટેરીફને કારણે યુએસમાં મંદી ની શક્યતાને નકારી નથી. તેમનું કહેવું હતું કે તેમની ટેરીફને કારણે શરૂઆતમાં થોડો આંચકો લાગશે પરંતુ તે લાંબા ગાળે અમેરિકાના ફાયદામાં રહેશે. પરંતુ મોટાભાગના એક્સપર્ટસ ટ્રમ્પની આ દલીલ સાથે સહમત નથી. મંદીના ડર વચ્ચે કસ્ટમર્સ વધારે ખરીદી કરીને ભવિષ્યમાં જે તે ચીજ વસ્તુના ભાવ વધશે તો પોતાને આર્થિક ફાયદો થશે તેવું વિચારતા હોય છે.
ઇકોનોમિસ્ટનું માનવું છે કે કેનેડા મેક્સિકો અને ચાઇનાથી ઈમ્પોર્ટ થનારા માલ સામાન પર ટેરીફને કારણે કન્ઝ્યુમર ગુડ્સમાં વ્યાપકપણે ભાવ વધારો થશે. અને દૈનિક જરૂરિયાતોની ચીજ વસ્તુઓના ભાવ વધશે અને તેથી જ લોકોને જે ચિંતા કે ડર સતાવી રહ્યા છે. તે મહદંશે યોગ્ય પણ છે અમેરિકાની પબ્લિકને હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટેરીફને કારણે તેમના બજેટ પર અસર થશે અને ઘણા કિસ્સાઓમાં તો આ અસર અનુભવાય પણ રહી છે. જેથી ઘણા ગ્રાહકોએ ભાવ વધે તે પહેલા જ ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના રીટેલ સેલ્સના આંકડાઓ જોવામાં આવે તો ફેબ્રુઆરી 2025 માં ગ્રાહકોએ અપેક્ષા કરતાં ઓછો ખર્ચ કર્યો હતો પરંતુ એકંદર વેચાણમાં સ્થિર વૃદ્ધિ જોવા મળી હતી. આર્થિક મંદી અને વધતી જતી મોંઘવારીની ચિંતા હોવા છતાં પણ આ શક્ય બન્યું છે. 2025 માં અન્ય બાબતો સ્થિર દેખાઈ રહી હતી. પરંતુ ટ્રેડ પોલિસીમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે અને આગામી સમયમાં શું થશે તે જોતા તાજેતરમાં કેટલાક ઇકોનોમિક ડેટા થોડા અલગ અલગ પણ રહ્યા છે. કેટલાક એક્સપર્ટસ એવી પણ ચેતાવણી આપી છે કે ખર્ચ કરવાની પેટર્ન અને ટેરીફની અનિશ્ચિતતા ઇકોનોમીને મંદી તરફ લઈ જઈ શકે છે. ખરીદીથી ઇકોનોમી મીને વેગ મળે છે પરંતુ ક્યારેક તેની કિંમત પણ ચૂકવવી પડતી હોય છે. ડોન સ્પેન્ડિંગ સૌથી મોટું નુકસાન એ કરે છે કે તેનાથી લોકો વધારે પડતો ખર્ચ કરી નાખે છે. તેથી જે લોકો વધારે ખરીદી કરે છે અથવા તો ખર્ચો કરે છે તેના કારણે તેમના બજેટ ખોરવાઈ જાય છે. તેમાં પણ પેમેન્ટ માટે જે લોકો ક્રેડિટ કાર્ડનો યુઝ કરે છે. તેમને વધારે વ્યાજ ચૂકવવું પડે છે હાલ યુએસમાં ક્રેડિટ કાર્ડના દેવામાં 1.22 ટ્રિલિયન ડોલર જેટલો વધારો થયો છે. અને 34% લોકોનું દેવું આ વર્ષે વધ્યું છે.
આ ઉપરાંત ડોમ સ્પેન્ડિંગનો સૌથી મોટો બીજો ખતરો એ છે કે લોકો ભવિષ્યની અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે બચત કરવાને બદલે ખર્ચા વધારી દેશે. એક્સપર્ટ નું માનવું છે કે લોકોએ વધારે ખર્ચ કરવાને બદલે સેવિંગ્સ પર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને ભવિષ્યની અનિશ્ચિતતા સામે તેમને વધુ રાહત મળી શકે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જેટલી ઝડપથી પોલિસીસમાં ફેરફાર કરી રહ્યું છે તેને લીધે ફેટ રિઝર્વ માટે પણ મૂજવણ પડી સ્થિતિ સર્જાઈ રહી છે અને બોરોઈંગ કોસ્ટને મેનેજ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ફેડના અધ્યક્ષ જેમ પોવેલ સહિતના મોટાભાગના ફેડ ઓફિશિયલ્સએ કહ્યું છે કે ટ્રમ્પની પોલિસીની સીધી અસર ગ્રોથ હાયરીંગ અને ઇન્ફ્લેશન પર કેટલી પડે છે તે ઘણું જ મહત્વનું રહેશે. અત્યાર સુધી તો તેની સીધી અસર ઓછી જોવા મળી છે. પરંતુ ટ્રમ્પની પોલિસીસ ઇકોનોમીમાં કોઈ ફેરફાર દર્શાવે તે પહેલા જ આર્થિક નબળાઈના કેટલાક સંકેતો દેખાવાનું શરૂ થઈ ગયું છે.