America : વિઝીટર અને સ્ટુડન્ટ વિઝા હોય તેમાં છતાં અમેરિકા એરપોર્ટ પરથી જ રિટર્ન મોકલશે

US Deportation : હાલમાં જ એવા રિપોર્ટસ આવ્યા હતા કે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જો કે હકીકત એ છે કે માત્ર સ્ટુડન્ટ જ નહીં પરંતુ અમેરિકાએ દરેક પ્રકારના વિઝા ઇસ્યુ તેમજ રિન્યુ કરવાની પ્રોસેસને ખૂબ જ કડક બનાવી દીધી છે. અને એપ્લિકેશનમાં કોઈ નાની સરખી પણ ભૂલ હોય કે પછી પૂરી માહિતી ના અપાઈ હોય તો તેમને વિઝા જ નથી મળતા પરંતુ સાથે જ જેમની પાસે ઓલરેડી વિઝા છે અને તેમણે અમેરિકાની વિઝિટ દરમિયાન માત્ર ફરવા સિવાય બીજું પણ કંઈક કર્યું છે. તેમના વિઝા પણ હવે સરળતાથી રિન્યુ નથી થઈ રહ્યા આ બધી બાબતો એવી છે કે જેના વિશે અમેરિકન એમ્બેસી કે પછી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટસ ક્યારેય પણ સત્તાવાર રીતે માહિતી નથી આપતા પરંતુ ઈમીગ્રેશનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેનો તુરંત જ ખ્યાલ આવી જતો હોય છે. ટ્રમ્પના આવ્યા બાદ વિઝિટર વિઝા રિન્યુઅલમાં જે લોકોના રિજેક્શન આવી રહ્યા છે.

અમેરિકામાં વિઝા રીઝેક્ટ થવા પાછળ સામે આવ્યા ચોંકાવનારા કારણો
વિઝા રીઝેક્ટ થવા પાછળ એક્સપર્ટસ કેટલાક ચોંકાવનારા કારણ જણાવી રહ્યા છે. અત્યારે સુધી ઢગલાબંધ ગુજરાતી કપલ્સ વિઝિટર વિઝા પર અમેરિકા જઈ ત્યાં જ ડિલેવરી કરાવતા હતા અને યુએસમાં જન્મેલા તેમના બાળકને બાય બર્થ સિટીઝનશીપ પણ મળી જતી હતી. અમેરિકાની સિટીઝનશીપ લેવાનો આ સૌથી સરળ રસ્તો છે. પરંતુ વિઝિટર વિઝા પર યુએસ જઈ ત્યાં ડિલેવરી કરાવવી આમ જોવા જાવ તો ગેરકાયદે નથી પણ અમેરિકાની દ્રષ્ટિએ અનૈતિક ચોક્કસ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જ મુદ્દો ઉઠાવીને યુએસના પરમનેન્ટ સ્ટેટસ પર ના રહેતા હોય તેવા લોકોના યુએસમાં જન્મતા બાળકોને બર્થ સિટીઝનશીપ ના મળવી જોઈએ તેવી વાત કરી હતી અને તેને રદ્દ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલો કાયદાકીય ગુંચમાં અટવાઈ ગયો હતો ટ્રમ્પ બર્થ સાઈડ સિટીઝનશીપ પર ભલે રોક ના લગાવી શક્યા

એક એવી ઘટના બની કે અમેરિકાના અધિકારીઓ એલર્ટ થયા
ભૂતકાળમાં બનેલી આવી જ એક ઘટનાનું ઉદાહરણ આપતા તેમણે એમ પણ કહ્યું હતું કે કોવિડ પહેલાં પતિ સાથે અમેરિકા ગયેલી એક ગુજરાતી મહિલા પ્રેગ્નેન્ટ હોવાની શંકા જતાં તેને એરપોર્ટ પર તેનાત ઇમિગ્રેશન ઓફિસરે પૂછ્યું હતું કે શું તે અમેરિકામાં જ બાળકની ડિલેવરી કરાવવાનો ઈરાદો ધરાવે છે પોતે જો હા પાડશે તો યુએસમાં એન્ટ્રી નહીં મળે તેવી આશંકાએ આ મહિલાએ પોતાનો આવો કોઈ ઈરાદો ન હોવાનું જણાવ્યું હતું અને સાથે જ યુએસમાં રહેતા તેના એક સિટીઝન રિલેટિવે તેની બાહેધરી પણ લીધી હતી. પરંતુ આ મહિલાનું બાળક અમેરિકામાં જ જન્મ્યું હતું આવા ઘણા કેસ અગાઉ બની ચૂક્યા છે. અને અમેરિકાની સિસ્ટમમાં તેનો રેકોર્ડ છે જ જેથી હવે અમેરિકન સિટીઝન બાળકના ગુજરાતી પેરેન્ટ્સ માટે પોતાના વિઝિટર વિઝા રિન્યુ કરાવવું મુશ્કેલ બની ગયું છે. તેમાં ખાસ તો એવા લોકોની એપ્લિકેશન રિજેક્ટ થઈ રહી છે કે જેમણે અમેરિકા સિવાય દુનિયાના બીજા કોઈ દેશનો ક્યારેય પણ પ્રવાસ જ નથી કર્યો.

 

Scroll to Top