america deport: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 104 ભારતીયોને લઈને એક અમેરિકન સૈન્ય વિમાન બુધવારે (5 ફેબ્રુઆરી) શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. અમેરિકા (america) નું લશ્કરી વિમાન C-17 પંજાબ અને વિવિધ રાજ્યના Illegal immigrantsને લઈને આવ્યું હતું.આ વિમાનમાં 33થી વધુ ગુજરાતીઓ પણ સામેલ હતા. આ ડિપોટ કરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.જે અનુસંધાને ગુજરાતના તમામ 33 નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
નાગરિકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા
આ તમામ નાગરિકોને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ મુજબ ગુજરાત પોલીસ (gujrat police) વિભાગ દ્વારા ગુજરાતના ૩૩ નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા.અમૃતસર ખાતે ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતના આ તમામ 33 નાગરિકોને વાયા દિલ્હી ફ્લાઈટ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓ આજે વહેલી સવારે 6:10 કલાકે પહોંચ્યા હતા
ડિપોર્ટ મુદ્દે ચૈતર વસાવાએ ભાજપ પર આક્ષેપ કર્યા
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે, અમેરિકા (america) સાથેના સંબંધો અને ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો આપણે સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે કે જે પણ ભારતીયો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. અમેરિકા (america) ની સરકાર સાથે મળીને અને વાટાઘાટો કરીને આ મુદ્દા પર કોઈ યોગ્ય નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે. આપણે વિશ્વ ગુરુ બનવાની વાતો કરીએ છીએ અને ગુજરાત મોડલની વાતો કરવામાં આવે છે ત્યારે ગુજરાત સહિત પુરા દેશમાં રોજગારીની એવી તકો ઉભી કરવામાં આવે જેના કારણે લોકોએ આ રીતે પોતાના પરિવારને છોડીને વિદેશમાં ન જવું પડે.