America: ફરી એકવાર હિન્દુ મંદિર પર હુમલો

America

America સ્થિત ઇન્ડિયાના રાજ્યના ગ્રીનવુડ શહેરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર પર અજાણ્યા તત્વોએ તોડફોડ કરી છે. મંદિરની દિવાલ પર ખાલિસ્તાની સમર્થનમાં તેમજ ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. BAPS સંસ્થાએ આ ઘટનાને ધાર્મિક અને સાંસ્કૃત્તિક અપમાન ગણાવ્યું છે. સૂત્રો અનુસાર, મંદિર પર હુમલો ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હોવાની શંકા છે. મંદિર સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને સ્થાનિક કાયદા અમલમાં મુકાયા છે. BAPS સંસ્થાએ જણાવ્યું કે — “આવો હુમલો માત્ર મંદિર પર જ નહીં, પરંતુ અહીં રહેતા હિન્દુ સમુદાયના ધાર્મિક ભાવનાઓ પર સીધી ચોટ છે.”

આ પણ વાંચો – Devayat Khavad: SP મનોહરસિંહ જાડેજા કરશે કડક કાર્યવાહી?

એક વર્ષમાં ચોથી ઘટના
આ ઘટના અમેરિકામાં એક વર્ષમાં હિન્દુ મંદિરો પર થયેલા હુમલાઓમાં ચોથી ઘટના છે. અગાઉ ન્યુ જર્સી, કેલિફોર્નિયા અને કેનેડાના કેટલાક ભાગોમાં પણ મંદિરોની દિવાલ પર સમાન પ્રકારના સૂત્રો લખવામાં આવ્યા હતા.

ભારતના કોન્સ્યુલેટ જનરલની પ્રતિક્રિયા
Chicago માં સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલએ આ હુમલાની કડક નિંદા કરી છે અને અમેરિકી અધિકારીઓ સમક્ષ મામલો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે — “ધાર્મિક સ્થળો પર આવા હુમલાઓ સહન નહીં કરવામાં આવે અને દોષીઓને કડક સજા થવી જોઈએ.”

 

અમેરિકી અધિકારીઓની કાર્યવાહી
સ્થાનિક પોલીસએ મંદિર પર સુરક્ષા વધારવાની સાથે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે. ફેડરલ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

Scroll to Top