અમદાવાદ મહાનગર પાલિકાના કોર્પોરેટર (Corporator) અને અધિકારીઓ શ્રીનગર (Kashmir) માં કેવી રીતે કામ થાય છે. તે બાબતે સ્ટડી ટૂરના નામે મ્યુનિ. ભાજપના 159 કોર્પોરેટર પ્રજાના પૈસે કાશ્મીર (Kashmir) ફરવા જશે. આ પ્રવાસ પાછળ અંદાજે 2 કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવશે. આ પ્રવાસ અંગે કોંગ્રેસ અને એઆઈએમઆઈએમના કોર્પોરેટરોને કશમીરમાં ક્યા ફરવાનું છે તે અંગે કોઈપણ પ્રકારની જાણકાર ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કોર્પોરેટરોની સાથે સાથે વિવિધ વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે જશે.
30-30ના ગ્રૂપમાં સ્ટડી ટૂરનું આયોજન કરવામાં આવ્યું
આ કાશમીર (Kashmir) પ્રવાસમાં કોર્પોરેટર અને અધિકારીઓ 30-30ના ગ્રૂપમાં સ્ટડી ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રૂપો 18 ડિસેમ્બરે પ્રથમ બેચ કાશ્મીર (Kashmir) જવાની છે. તેઓ ત્યા 7 દિવસ અને 6 રાત્રિનું રોકાણ કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કહ્યું કે, કલમ 370 હટાવ્યા પછી પ્રથમ વખત ભાજપના કોર્પોરેટરો કાશ્મીર સ્ટડી ટૂર માટે જવાના છે. ત્યાં વિકાસના કામો, સફાઈ, કચરાનો નિકાલ, ટાઉન પ્લાનિંગ સ્કીમનો અભ્યાસ કરશે. આ માટે અક્ષર ટ્રાવેલ્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
કાશ્મીરમાં 7 દિવસ અને 6 રાત્રિનું રોકાણ કરશે
અમદાવાદ મહાનગરપાલિકા આવા ખોટા પ્રવાસ કરીને જનતાના પૈસા ઉડાડે છે. વર્તમાન સમયમાં અમદાવાદમાં પ્રજાને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યા છે. શહેરમાં જ્યા ત્યા કચરાના ઢગલા, રખડતા ઢોરને કારણે નાગરીકોને મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા અનેક પ્રકારની સમસ્યા જનતા સામનો કરી રહ્યા છે. પરંતુ પાલીકા જનતાના ટેક્સના પૈસાથી મોજ શોખ કરી રહ્યા છે. શહેરી જનોના પ્રશ્નોને સાંભળી મહાનગર પાલિકાએ નિવારણ કરવાની જરૂર છે.