Gujarat: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યના આ શહેરમાં 10 ડિગ્રીથી ઓછુ તાપમાન રહેશે

  • અગામી 48 કલાકમાં કડકડતી ઠંડી યથાવત રહેવાની સંભાવના
  • ગુજરાતમાં નજીકના હિલ સ્ટેશનમાં બરફની ચાદર ફરી વળી
  • દક્ષિણ ગુજરાતમાં 20 ડિગ્રી તાપમાન રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી

રાજ્યમાં કાતિલ ઠંડી (cold) ની શરૂઆત થઈ ગઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) સૌરાષ્ટ્રમાં અગામી બે દિવસ કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આખા રાજ્યમાં ગાત્ર થીજાવતા ઠંડીની શરૂઆત થતા રાજ્યના લોકો ઠૂઠવાઈ રહ્યા છે. હજુ પાંચ દિવસ સુધી નલિયાનું તાપમાં 7 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના રહેલી છે. જ્યારે સૌરાષ્ટ્રની રાજધાની તરીકે ઓળખાતુ રાજકોટ 9.1 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

અગામી 48 કલાકમાં કડકડતી ઠંડી યથાવત રહેવાની સંભાવના

સમગ્ર રાજ્યના લોકો ઠંડી (cold) નો સામનો કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) સંભાવના વ્યકત કરતા કહ્યું કે રાજ્યમાં અગામી 48 કલાકમાં કડકડતી ઠંડી (cold) યથાવત રહેવાની છે. જ્યારે ઉત્તર ભારતના રાજસ્થાનના અમુક ભાગોમાં ઠંડી પડવાની શક્યતા પણ રહેલી છે. 17 ડિસેમ્બર બાદ રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 18 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 20 ડિગ્રી તાપમાન રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં નજીકના હિલ સ્ટેશનમાં બરફની ચાદર ફરી વળી

ગુજરાતમાં નજીકના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે માઈનસ ત્રણ ડિગ્રી તાપમામ નોંધાયું હતું. આ વિસ્તારમાં ચારેય તરફ બરફની ચાદર ફરી વળી હતી. માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ પર બરફની ચાદર છવાી ગઈ હતી. પ્રવાસાઓમાં ઠંડી (cold) પડતા ઠુંઠવાયા હતા. જ્યારે પ્રવાસીઓ પણ કાતિલ ઠંડીમાં ઠુંઠવાતા તાપણા કરીને ઠંડી (cold) થી રાહત મેળવી રહ્યા છે.

Scroll to Top