weather update: 28 ડિસેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પંચમહાલ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આ ઉપરાંત આણંદ, વડોદરા, ભરૂચ, કપડવંજ, તાપી અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કોઈ જગ્યાએ 10 મીમીથી 1 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે.29 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું જોર વધશે.10 ડિસેમ્બર સુધીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 8 ડિગ્રી સુધી નીચું જઈ શકે છે અને ભારે ઠંડીનો અનુભવ થશે.
ખેડૂતોને પાકને નુકસાન થવાની ચિંતા
અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે ઉત્તરાયણ સુધીમાં ફરીથી માવઠું થઈ શકે છે.કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાની ચિંતા છે. ખાસ કરીને તુવેર, રાઈ અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે. શાકભાજીના પાકમાં ઈયળ પડવાની પણ શક્યતા છે. અજમો સહિતના મસાલાના પાકમાં પણ રોગ આવી શકે છે.આ આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પોતાના પાકની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. હવામાનમાં થનારા ફેરફારોને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
રાજ્યના 21 જીલ્લામાં વરસાદની આગાહી
આ ઉપરાંત હવામાન વિભાગે આજે રાજ્યના 21 જીલ્લામાં વરસાદની આગાહી કરી છે.જેમાં વડોદરા,ભરૂચ,છોટાઉદેપુર, નર્મદા, સુરત,ડાંગ,નવસારી,વલસાડ, તાપીમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. જ્યારે સૌવરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી,ભાવનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જ્યારે ઉત્તર ગુજરાતમાં પંચમહાલ,દાહોદ,મહીસાગરમાં પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.