Wether Update: રાજ્યમાં કડકડતી ઠંડી સાથે વિજળીની કડાકા ભડાકા સાથે વરસાદ,ખેડુતો માટે કરી આ આગાહી……

Wether Update:  તારીખ 27 થી 29ની વચ્ચે માવઠૂં પડવાની આગાહી છે. અંબાલાલ પટેલે (ambalal patel) કમોસમી વરસાદ (rain) સાથે કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભુસ્ખલન થવાની પણ શક્યાતા રહેલી છે. જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારમાં વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ વધુ કમોસમી વરસાદ (rain) થવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.વરસાદ (rain) ની આગાહ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં માવઠું પડવાની આગાહી રહેલી છે. ખેડુતો માટે પણ માઠા સમાચાર છે. વિવિધ પાકમાં ઈયળો સાથે પાકમાં અનેક પ્રકારના રોગ આવવાની સંભાવના રહેલી છે.

અગામી પાંચ દિવસમાં ઠંડીમાં વધારો

દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી અને વલસાડમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી પણ કરાઈ છે. ત્રણ દિવસ બાદ તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે.

તાપમાન 2 થી 4 ડિગ્રી વધવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અગામી સમયમાં પરિવર્તન આવશે. જ્યારે રાજ્યમાં આવતા ત્રણ દિવસમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી વધારો થવાની સંભાવના પણ રહેલી છે.બીજી તરફ વરસાદની આગાહી સાથે ઠંડી પડવાની સંભાવના વ્યકત કરી છે. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી શકે છે.

 

 

Scroll to Top